છેતરપિંડી:વીમા કંપની સાથે છેતરપિંડી બાબતે ગુનો દાખલ કરાયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બનાવટી દસ્તાવેજો​​​​​​​ દ્વારા દોઢ કરોડનો ચૂનો

ઓનલાઈન વાહન વીમાની સુવિધા આપતા કંપની સાથે દોઢ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપ હેઠળ કેટલાક વીમા એજન્ટ વિરુદ્ધ ના.મ.જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓએ છેતરપિંડી માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યાનું ફરિયાદમાં નોંધાયું છે.

વીમા કંપનીના સહાયક ઉપાધ્યક્ષ પદ્માકર ત્રિપાઠીની ફરિયાદ પરથી છેતરપિંડી અને આઈટી કાયદા અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યાનું પોલીસે જણાવ્યું હતું. ફરિયાદી વીમા કંપની એક વેબસાઈટની મદદથી વીમો આપે છે. એના માટે ગ્રાહકોએ તેમના વાહનની અને બીજી માહિતી આપવી પડે છે. 2020 અને 2021માં આપવામાં આવેલા વીમાનું કંપનીએ ઓડિટ કરતા અનેક વીમા માટે મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, આઈપી એડ્રેસ સરખા હોવાનું નિષ્પન્ન થયું હતું. દેશના લગભગ 1 હજાર 129 વીમા ક્લેમ શંકાસ્પદ જણાયા હતા. આરોપીઓએ બીજી કેટલીક કંપનીઓને પણ છેતરી હોવાનો શક છે.

કેટલાક વીમા એજન્ટે મળીને ફોર વ્હીલર અને થ્રી વ્હીલર વાહન ટુવ્હીલર હોવાનું દેખાડીને એના પર વીમો લઈને વીમા કંપની અને ગ્રાહકોની છેતરપિંડી કરી છે. આરોપીઓએ ગ્રાહકોને બનાવટી વીમા દસ્તાવેજ લઈને તેમની પાસેથી વધુ રૂપિયા લીધા. પણ વીમા કંપનીને ટુવ્હીલરના નામ હેઠળ ઓછી રૂપિયા આપ્યાનું નિષ્પન્ન થયું. આરોપીઓએ આ રીતે 1 કરોડ 53 લાખ રૂપિયાની વીમા કંપનીની છેતરપિંડી કરી.

અન્ય સમાચારો પણ છે...