તપાસ:BJPના નેતા પ્રસાદ લાડના ઘરની બહાર રૂપિયા ભરેલી બેગ મળી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાજપ વિધાનસભ્ય પ્રસાદ લાડના માટુંગા સ્થિત ઘરની બહાર રૂપિયા ભરેલી બેગ મળી આવી હતી. આ બેગમાં રૂપિયા સાથે સોના અને ચાંદીની મૂર્તિઓ પણ છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ બેગ કોણે મૂકી એની શોધ કરવામાં આવી રહી છે. આ ચોરીનો મુદ્દામાલ હોવો જોઈએ એવો પ્રાથમિક શક પોલીસને છે.

પ્રસાદ લાડના માટુંગા સ્થિત નિવાસસ્થાનની બહાર કોઈ અજ્ઞાત વ્યક્તિએ મૂકેલી આ બેગ સુરક્ષારક્ષકને મળી હતી. આ બેગ મળ્યા પછી થોડા સમય માટે ડર ફેલાયો હતો. એ પછી એણે પ્રસાદ લાડને આ બેગ સંદર્ભે માહિતી આપી હતી.

પોલીસને માહિતી આપવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બેગ ખોલીને તપાસ કરી હતી. આ બેગમાં રૂપિયા, સોના-ચાંદીની મૂર્તિઓ મળી આવી હતી. પ્રસાદ લાડના ઘર પાસે ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં આ રીતે બેગ મળી આવવાથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અને સીસી ટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...