નિર્ણય:વરલી-શિવરી લિન્ક રોડ માટે પ્રભાદેવીમાં 2 માળનો પૂલ બનશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપનગરીય રેલવે માર્ગ પર સ્ટીલ ટ્રસ પદ્ધતિનો 95 મીટર લાંબો પુલ

વરલી-શિવરી લિન્ક રોડ માટે પ્રભાદેવી ખાતે ઉપનગરીય રેલવે માર્ગ ઉપર ઊભા કરવામાં આવનારા બે માળાના પુલની જીએડી રૂપરેખાને રેલવેની મંજૂરી મળી છે. આ પુલ સ્ટીલ ટ્રસ પદ્ધતિનો હશે અને એના માટે ઉપનગરીય રેલવે માર્ગ પર 95 મીટરનો સ્પેન ઊભો કરવામાં આવશે. રેલવે તરફથી આ પુલની રૂપરેખાને માન્યતા મળી હોવાથી પુલ બાંધવા આડેની અડચણ દૂર થઈ છે.

એમટીએચએલ પરથી આવતા વાહનોને વરલી, બાન્દરા અને દક્ષિણ મુંબઈ જવા માટે વરલી-શિવરી લિન્ક રોડ મહત્વનો બનશે. તેમ જ એમટીએચએલ ઉતરે છે એ શિવરી ભાગમાં ભવિષ્યમાં થનારો ટ્રાફિક જામ દૂર થવા આ માર્ગની મદદ થશે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ તરફથી આ માર્ગનું આગળનું કામ વર્ષના અંત સુધી પૂરું કરવાનું નિયોજન છે.

આ એલિવેટેડ માર્ગ માટે પ્રભાદેવી ખાતેનો રેલવેની ઉપરનો પુલ તોડી પાડવામાં આવશે. એના ઠેકાણે સ્થાનિક વાહનવ્યવહાર માટે ચાર લેનનો નવો પુલ ઊભો કરવામાં આવશે. તેમ જ એના ઉપર વરલી-શિવરી એલિવેટેડ પુલ ઊભો કરવામાં આવશે. આ પુલ માટે લગભગ 193 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પુલ પૂર્ણપણે સ્ટીલનો હશે.

એના માળખામાં નીચેની બાજુએ પરેલ ખાતેના સ્થાનિક વાહનવ્યવહાર માટે ચાર લેનનો પુલ ઊભો કરવામાં આવશે. એના પરથી ચાર લેનનો વરલી-શિવરી લિન્ક રોડ જશે. આ પુલ માટે ઉપનગરીય રેલવેના પૂર્વમાં એક અને પશ્ચિમમાં એક એમ ફક્ત બે ઠેકાણે થાંભલા ઊભા કરવામાં આવશે. એના પર 95 મીટર લાંબા સળંગ સુપર સ્ટ્રકચર ઊભું કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...