સારવાર:13 વર્ષની બાળકીના પેટમાંથી વાળનો 1 કિલોનો ગોળો નીકળ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકીને વાળ ખાવાની ખોટી આદત હતી

વસઈ શહેરમાં એક 13 વર્ષની બાળકાના પેટમાંથી 1 કિલો વજનનો વાળનો ગોળો મળી આવતાં ડોક્ટરો સહિત બધા જ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે.આ બાળકીને છેલ્લા થોડા સમયથી પેટમાં સતત દુખાવો થતો હતો. કશું પણ ખાવા પર પેટમાં રહેતું નહોતું. તેને તુરંત ઊલટીઓ થતી હતી. પેટ ફૂલ ગયું હોય તેવું લાગતું હતું. તેની પર ઉપચાર માટે તેના વાલીઓએ વસઈની ડિસોઝા હોસ્પિટલમાં દાખલ કરી હતી.આરંભમાં બધાને એવું લાગ્યું કે ફૂડ પોઈઝનનો આ કેસ હશે, પરંતુ તપાસ કર્યા પછી ડોક્ટરોને ધ્યાનમાં આવ્યું કે બાળકીના પેટમાં વાળનો ગોળો છે. તેને નાનપણથી જ વાળ ખાવાની આદત હતી.

કોઈનું ધ્યાન નહીં હોય ત્યારે તે પોતાના માથા પરથી વાળ તોડીને ખાતી હતી.ડો. જોસેફ ડિસોઝાએ જણાવ્યું કે શસ્ત્રક્રિયા કાઢીને બાળકીના પેટમાંથી વાળનો ગોળો કાઢવામાં આવ્યો છે. સોનોગ્રાફી કરવા પર તેના પેટમાં વાળનો ગોળો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ પછી એક કલાક સુધી ચાલેલી શસ્ત્રક્રિયા બાદ તેના પેટમાંથી વાળનો ગોળો કાઢવામાં સફળતા મળી હતી. આવા કેસને હેર બોલ ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...