પરિણામઃ:બારમાનાં 94.2 ટકા પરિણામ; કોંકણ ટોપ પર, મુંબઈ તળીયે, વિદ્યાર્થિનીઓએ આ વર્ષે પણ બાજી મારી

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડ મહામારીને લીધે બે વર્ષ બાદ ઓફફલાઈન લેવાયેલી રાજ્ય મંડળની બારમાની પરીક્ષાનાં પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યાં હતાં. આ વર્ષના પરિણામોમાં કોંકણ વિભાગ અવ્વલ રહ્યો છે, જ્યારે મુંબઈનું પરિણામ સૌથી ઓછું છે. આ વર્ષે પણ પરિણામમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. કુલ પરિણામ 94.22 ટકા આવ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં માતૃભાષા મરાઠીમાં આ વર્ષે ધોરણ 12મા મરાઠી વિષયની પરીક્ષામાં 8 લાખ 45 હજાર 343 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી 8 લાખ 29 હજાર 773 વિદ્યાર્થીઓ પાસ થયા છે, આ પ્રમાણ 98.16 ટકા છે.

કોંકણ વિભાગનું પરિણામ 97.21 ટકા અને મુંબઈનું પરિણામ 90.91 ટકા આવ્યું છે. આ વર્ષે પણ બારમા ધોરણના પરિણામમાં વિદ્યાર્થિનીઓ આગળ છે. આ વર્ષે 95.35 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે, જેમની પાસની ટકાવારી 93.29 ટકા છે. આનો અર્થ એ થયો કે વિદ્યાર્થીઓ કરતાં 2.06 ટકા વધુ વિદ્યાર્થિનીઓએ પરીક્ષા પાસ કરી છે.મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ બે વર્ષ પછી આ વખતે ઑફફલાઇન લેવામાં આવી હતી.

ગયા વર્ષે કોરોના રોગચાળો ફાટી નીકળવાના કારણે પરીક્ષાઓ યોજાઈ નહોતી, પરંતુ આ વર્ષે કોરોના કાબૂમાં હોવાથી 10મા અને 12માની પરીક્ષાઓ ઓફફલાઈન લેવામાં આવી હતી, જે પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. આખરે રાહનો અંત આવ્યો હતો અને 8 જૂને બપોરે 1 વાગ્યે ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન વિદ્યાર્થીઓને પરિણામ બાબતે કોઈ શંકા હોય તેમણે પુનઃમૂલ્યાંકન માટે ઉત્તરવહી મેળવવા પાંચ કામકાજના દિવસોમાં સંબંધિત વિભાગમાં ઓનલાઈન અરજી સુપરત કરવાની રહેશે. આ માટે વિદ્યાર્થીએ વિષય દીઠ 300 રૂપિયા ચૂકવવા પડશે.

અન્ય સમાચારો પણ છે...