મુંબઈની એક કોર્ટે રમ્મી નામે પત્તાંનો જુગાર રમવા સંબંધના એક કેસમાં નવ વેપારીઓને દોષી ઠરાવ્યા છે. મહારાષ્ટ્ર જુગાર પ્રતિબંધક કાયદા અંતર્ગત કોર્ટે આ નવ વેપારીઓને દોષી ઠરાવતાં છ મહિનાની કેદ સંભળાવી છે.ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ એસીપી વસંત ઢોબળે 2015માં નિવૃત્ત થયા હતા. તેમણે તેમના કાર્યકાળમાં શહેરમાં મોડી રાત સુધી ચાલતા પબ, હોટેલો પર મોટે પાયે દરોડા પાડીને આ અનધિકૃત પ્રવૃત્તિ બંધ કરાવી હતી. તેમણે જ 2011માં આ જુગાર પકડી પાડ્યો હતો.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આ નવ વેપારીઓને સજા આપતી વખતે એવું નિરીક્ષણ કર્યું હતું કે એ સાચી વાત છે કે બહુ ઓછા કેસ નિષ્કર્ષ સુધી પહોંચે છે. આ કેસમાં આરોપીઓએ જુગાર રમવાના ઉદ્દેશથી ફાઈવસ્ટાર હોટેલ તાજ પ્રેસિડેન્ટમાં રૂમ બુક કરાવ્યો હતો. આરોપીઓની માહિતી પરથી મોટી રોકડ રકમ પણ તે સમયે પોલીસે જપ્ત કરી હતી.
આ ધ્યાનમાં લેતાં આરોપીઓને પ્રત્યેકી રૂ. 2000ના દંડ સાથે 6 મહિનાની જેલની સજા પૂરતી ઠરશે એવું મને લાગે છે.આ પ્રકરણમાં આરોપ એવો છે કે 27 ઓગસ્ટ, 2011ના રોજ મધરાત્રે આરોપી અશ્વિન ભણસાલી અને સંદીપ ચાળકેએ હોટેલના છઠ્ઠા માળ પર એક રૂમ બુક કર્યો હતો, જેમની સાથે વધુ સાત આરોપીઓ પણ જોડાયા હતા.
પોલીસના દરોડામાં તેઓ રંગેહાથ જુગાર રમતા પકડાયા હતા. તેમની પાસેથી રૂ. 3.25 લાખ જપ્ત કરવામાં આવ્યા હતા.દરમિયાન આરોપીઓ વતી વકીલોએ એવી દલીલ કરી કે પોલીસે ફક્ત ચાર્જશીટ દાખલ કરી છે. હોટેલના વ્યવસ્થાપકનો જવાબ નોંધાવ્યો નથી. કોઈ પણ સ્વતંત્ર સાક્ષીદાર નથી. આથી આરોપીઓને નિર્દોષ છોડવા જોઈએ.
જોકે કોર્ટે આ દલીલો ફગાવી દીધી હતી. આ કેસમાં સૌથી ઉત્તમ સાક્ષીદાર એસીપી કિશોર નથ્થુ ઘરટે હતા. તેઓ દરોડા પાડનારી ટીમના પ્રભારી અધિકારી હતી. ઉપરાંત ઢોબળે સહિત બે એસીપી પણ દરોડામાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.