નવતર પ્રયત્ન:22 કિમી લાંબા શિવરી-ન્હાવા શેવા સી-લિન્કનું 84 ટકા કામ પૂરું થઈ ગયું

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર 2023 સુધી પૂલને ખુલ્લો મૂકવાના પ્રયત્ન

પારબંદર પ્રકલ્પ એટલે કે શિવરી-ન્હાવા શેવા સીલિન્કનો વધુ એક મહત્વનો તબક્કો મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે પૂરો કર્યો છે. આ પ્રકલ્પમાં નવી મુંબઈની દિશામાં પ્રકલ્પની જમીન પરના માર્ગના કામને ઝડપી બનાવવામાં આવ્યું છે.

તાજેતરમાં અહીં છેલ્લા 49મા સ્પેનને સફળતાપૂર્વક લગાડવામાં આવ્યું હતું. અત્યાર સુધી પ્રકલ્પનું 84 ટકા કામ પૂરું થયું છે. આ પ્રકલ્પ ડિસેમ્બર 2023 સુધી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનો એમએમઆરડીએનો પ્રયત્ન છે. મુંબઈથી નવી મુંબઈનું અંતર ફક્ત 20 થી 25 મિનિટમાં પાર કરી શકાય એ માટે 22 કિલોમીટર લાંબો મુંબઈ-પારબંદર પ્રકલ્પ અમલમાં મૂકાયો છે.

આ પ્રકલ્પના કામની 2018માં શરૂઆત થઈ. લગભગ 17 હજાર 800 કરોડ રૂપિયાના ખર્ચવાળા આ પ્રકલ્પનું કામ ડિસેમ્બર 2023 સુધી પૂરું કરીને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાની એમએમઆરડીએની ઈચ્છા છે. અત્યાર સુધી પ્રકલ્પનું 84 ટકા કામ પૂરું થયું છે અને બાકીનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ પ્રકલ્પમાં 22 કિલોમીટર લાંબા સીલિન્કનો 2.7 કિલોમીટર ભાગ નવી મુંબઈની દિશામાં ચિરલે ખાતે જમીન પર છે. આ ભાગના તમામ થાંભલાઓનું કામ પૂરું થયું છે અને આ થાંભલાઓ પર લગાડવામાં આવતા 49મા સ્પેનનું સફળતાપૂર્વક પૂરું થયું છે.

પ્રકલ્પના ફેઝ-2માં એમપી-245 અને એમપી 246 (જમણી બાજુ) નંબરના થાંભલામાંથી છેલ્લો સ્પેન લગાડવામાં આવ્યો. મુંબઈના શિવરીથી શરૂ થયેલા સીલિન્ક 2.7 કિલોમીટરના આ જમીન પરના ભાગમાં આવીને પૂરો થશે. આ ભાગનું કામ અત્યારે ચાલુ છે. સ્પેન લગાડવાનું કામ પૂરું થવાથી હવે એના પર સિમેન્ટ કોંક્રિટીકરણનું કામ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...