ભાસ્કર વિશેષ:મુંબઈના દરિયાકાંઠાથી 6 મહિનામાં 79ને ડૂબતાં બચાવાયા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સમગ્ર બચાવ કામગિરીમાં ગિરગામ, દાદર, જુહુ, વર્સોવા, આક્સા, ગોરાઈ બીચનો સમાવેશ

ગિરગામ, દાદર, જુહુ, વર્સોવા, આકસા અને ગોરાઈ એમ મુંબઈનાં છ દરિયાકાંઠા વિસ્તારમાંથી 2022 આરંભથી 79 જણને ઉગારી લેવાયા છે. 47 અલગ અલગ ઘટનાઓમાં દ્રષ્ટિ લાઈફસેવિંગના જીવનરક્ષકો દ્વારા ડબલ અને ટ્રિપલ બચાવ કામગીરી પાર પાડવામાં આવી હતી. મહાપાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા નિયુક્ત દ્રષ્ટિના જીવનરક્ષકો જાન્યુઆરી 2019થી સમુદ્રકાંઠાઓ અહોરાત્ર પહેરો ભરે છે. ખાસ કરીને ઉક્ત છ દરિયાકાંઠા પર સૌથી વધુ લોકો ઊમટે છે.છેલ્લા છ મહિનામાં આક્સામાં સૌથી વધુ 36 ઘટના નોંધાઈ હતી, જે પછી જુહુમાં 35, વર્સોવામાં 7, ગોરાઈમાં 4 ઘટના નોંધાઈ હતી.

દાદર અને ગિરગામમાં અનુક્રમે 3 અને 1 ઘટના નોંધાઈ હતી. જીવનરક્ષકોના પ્રયાસ છતાં પાંચ જણનાં ડૂબીને મોત થયાં હતાં. આ ઉગારેલામાં કિશોર અને યુવાનો જ વધુ છે. 35 જણ 13-18 વયવર્ષના હતા. 17 જણ 19-25 વયવર્ષના હતા, જ્યારે 17 જણ 12 વર્ષથી ઓછી ઉંમરના હતા.દ્રષ્ટિના જીવનરક્ષકોની ટીમ દરિયાકાંઠા પર ઉદભવનારી કોઈ પણ તબીબી કટોકટીઓમાં પણ સૌપ્રથમ પ્રતિસાદ આપે છે. છેલ્લા 6 મહિનામાં ત્રણ જણને સહાય કરવામાં આવી હતી, જ્યારે 1 જણને પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો છે. દ્રષ્ટિની 111 જણની ઉત્તમ તાલીમબદ્ધ ટીમો દરિયાકાંઠા પર પહેલો ભરે છે.

આ બધા જ તાલીમબદ્ધ છે અને આંતરરાષ્ટ્રીય એક્રેડિટેડ તાલીમ સંસ્થા સ્પેશિયલ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડેમી દ્વારા તેમને સર્ટિફાઈડ કરાયા છે. તેમને જીવન બચાવવાની કુશળતામાં તાલીમ અપાઈ છે અને તેઓ મહામારી દરમિયાન બહાર પાડવામાં આવેલી વૈશ્વિક માર્ગદર્શકાનું પાલન કરે છે.કચરા વ્યવસ્થાપનની પણ સેવા : અમે બચાવ સેવા ઉપરાંત કચરાનું વ્યવસ્થાપન, બીચ અને સમુદ્રિ સુરક્ષા સેવા પણ મહારાષ્ટ્ર અને ગોવામાં છેલ્લા એક દાયકાથી આપીએ છીએ.

ગોવા અને દૂધસાગર, માયેમ લેક ખાતે 600 જીવનરક્ષકો સેવા આપી રહ્યા છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી બીચ માર્શલ પૂરા પાડીને બીચ સેફ્ટી પેટ્રોલ પણ કરે છે. 2008થી 6000 લોકોનો જીવ બચાવ્યો છે. ગોવામાં મૃત્યુનું પ્રમાણ 99 ટકા ઓછું થયું છે, એમ તેમણે જણાવ્યું હતું.

સુરક્ષિત રીતે આનંદ માણો
છેલ્લા ત્રણ વર્ષથી મહાપાલિકા, ફાયર બ્રિગેડ અને દ્રષ્ટિ દ્વારા દરિયાકાંઠા પર સક્રિય પ્રતિબંધાત્મક પ્રયાસો અને ઝડપી બચાવ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જો દરિયાકાંઠા સુરક્ષિત હોય તો વધુ મુલાકાતીઓ આવે છે. આથી જ મહાપાલિકા સાથે અમે આ માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છીએ. અમે લોકો મુશ્કેલીમાં નહીં સપડાય અને દરિયાકાંઠાનો સુરક્ષિત રીતે આનંદ માણે તેની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, એમ ઓપરેશન્સ હેડ નવીન અવસ્થીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...