એન્જિનિયરોમાં ફફડાટ:વીજ મીટર રીડિંગમાં ગોલમાલ કરનારી 76 એજન્સીને બરતરફ કરાવામાં આવી

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગ્રાહકોએ વાપરેલી વીજનું મીટર રીડિંગ લેતા સમયે ગોલમાલ કરનારા વિરુદ્ધ મહાવિતરણે કાર્યવાહી શરૂ કરી છે. એ અનુસાર 76 એજન્સી બરતરફ કરવામાં આવે છે અને 41 એન્જિનિયરને કારણ દર્શાવો નોટિસ બજાવવામાં આવી છે. તેથી વીજ મીટર રીડિંગ બાબતે બેદરકારી કરનાર એજન્સી અને એન્જિનિયરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

મહાવિતરણના ગ્રાહકોએ વાપરેલી વીજનું મીટર રીડિંગ દર મહિને લેવામાં આવે છે. એના માટે એજન્સી નિમવામાં આવી છે.. એક ગ્રાહકના મીટરનું રીડિંગ લેવા માટે 11 રૂપિયા ચુકવવામાં આવે છે. જો કે અનેક એજન્સીઓના કર્મચારી જગ્યા પર જઈને મીટર રીડિંગ લેતા નથી અને સરેરાશ રીડિંગનું બિલ આપે છે. તેમ જ મીટર સ્પષ્ટ દેખાડતું નથી એટલે રીડિંગ નોંધી શકાયું નહીં એવું કારણ આપે છે, રીડિંગનો અસ્પષ્ટ ફોટો લેવો જેવા બાબત વિરુદ્ધ મહાવિતરણે કાર્યવાહી શરૂ કરી છે. મીટર રીડિંગમાં ગરબડ કરતી એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

એ અનુસાર છેલ્લા ત્રણ મહિનામાં 76 એજન્સી બરતરફ કરવામાં આવી છે. તેમ જ મીટર રીડિંગ એજન્સીની ગરબડ બાબતે નક્કર કાર્યવાહી ન કરી હોવાથી મહાવિતરણના 41 એન્જિનિયરોને કારણ દર્શાવો નોટિસ બજાવી છે.

ગ્રાહકોએ વાપરેલી વીજનું રીડિંગ નોંધવા ફોટો લેવો ફરજિયાત છે. એ અનુસાર એજન્સી તરફથી ફોટો લેવામાં આવે છે. જો કે કુલ ફોટામાંથી 45 ટકા જેટલા ફોટો ક્લિયર હોતા નથી. તેથી ગ્રાહકે ચોક્કસ કેટસી વીજ વાપરી છે એ સમજાતું નહોતું.

અન્ય સમાચારો પણ છે...