ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું:મરાઠવાડામા નવ માસમાં 756 ખેડૂતોની આત્મહત્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીડ જિલ્લામાં સૌથી વધુ 196 ખેડૂતોએ જીવન ટૂંકાવ્યું

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરેલા બળવા પછી રાજ્યમાં શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરેએ જૂથ વચ્ચે રાજકીય યુદ્ધ ચરમસીમા પર છે. રાજ્યનું રાજકારણ અત્યારે આ બંને જૂથની આસપાસ ફરી રહ્યું છે. એક તરફ રાજ્યમાં રાજકીય આરોપ-પ્રત્યારોપ ચાલુ છે ત્યારે મરાઠવાડામાં છેલ્લા 9 મહિનામાં 756 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આઘાતજનક વાત એટલે એમાંથી 400 ખેડૂતોએ ચોમાસામાં એટલે કે પાક ઉગાવવાની મોસમમાં જીવનનો અંત લાવ્યો છે.

રાજ્ય સરકાર તરફથી અનેક ઉપાયયોજના કરવા છતાં મરાઠવાડામાં ખેડૂતોની આત્મહત્યા બંધ થતી નથી. ખેડૂતોનું આત્મહત્યા કરવાનું લક્ષ્ય રાખીને સત્તા સ્થાપનાર શિંદે-ફડણવીસ સરકારના સમયમાં મરાઠવાડાના 292 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અતિવૃષ્ટિના કારણે પાકનું નુકસાન થયું છે. સરકારે મદદની ઘોષણા કરી હોવા છતાં અનેક ઠેકાણે મદદ પહોંચી શકી નથી. તેથી નિરાશ થયેલા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખાસ વાત એટલે સપ્ટેમ્બર મહિનામાં રાજ્યના પક્ષ અને ચિહ્ન બાબતે વ્યસ્ત હતા ત્યારે મરાઠવાડાના 90 ખેડૂતોએ આર્થિક મુશ્કેલીમાં મૂકાતા આત્મહત્યા કરી હતી.

પાકનું નુકસાન અને માથા પર દેવાના ડુંગરના બોજાથી મરાઠવાડાના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. મરાઠવાડામાં જાન્યુઆરીથી સપ્ટેમ્બરના 9 મહિનામાં 756 ખેડૂતોએ આત્મહત્યા કર્યાની નોંધ થઈ છે. એમાંથી 561 પ્રકરણ સરકારી મદદ માટે પાત્ર બન્યા છે, 103 પ્રકરણ ગેરલાયક બન્યા છે અને 92 પ્રકરણ તપાસ માટે વિલંબિત છે. મરાઠવાડાના બીડ જિલ્લામાં સૌથી વધુ 196 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

અન્ય સમાચારો પણ છે...