એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા અને નવી સરકાર અસ્તિત્વમાં આવી. શિંદે સરકાર સત્તામાં આવ્યાને એક મહિનો થયો છે. જો કે હજી મંત્રીમંડળનું વિસ્તરણનું મૂરત આવ્યું નથી. બીજી તરફ મુખ્યમંત્રી રાજ્યના પ્રવાસે છે. સામાન્ય લોકોના કામ થતા નથી એવા આરોપ થઈ રહ્યા છે. ત્યારે શિંદે સરકારે મોટા પ્રમાણમાં નિર્ણય જારી કર્યા છે. ફડણવીસ સરકારે લીધેલા નિર્ણયોને ઠાકરે સ્ટે આપ્યા બાદ હવે શિંદે સરકાર સત્તા પર આવતા જ એ નિર્ણય નવેસરથી લઈ રહી છે. બીજી તરફ મંત્રીમંડળ અસ્તિત્વમાં ન હોવા છતાં એક મહિનામાં 749 સરકારી નિર્ણય જારી કરવામાં આવ્યા છે.
આ સરકારી નિર્ણયમાં સૌથી વધારે આરોગ્ય વિભાગના 91 અને પર્યાવરણ વિભાગના સૌથી ઓછા 2 સરકારી નિર્ણય નીકળ્યા છે. 12 જુલાઈના સૌથી વધુ 70 જીઆર નીકળ્યા જેમાં 36 સાર્વજનિક પાણી પુરવઠો અને સ્વચ્છતા વિભાગના છે. શિંદે જૂથમાં દાખલ થયેલા ગુલાબરાવ પાટીલ આ વિભાગના ભૂતપૂર્વ મંત્રી છે.
સાર્વજનિક આરોગ્ય વિભાગમાં 21 દિવસમાં 91 જીઆર, સાર્વજનિક પાણી પુરવઠો અને સ્વચ્છતા વિભાગમાં 13 દિવસમાં 83, સામાન્ય પ્રશાસન વિભાગમાં 19 દિવસમાં 63, સ્કૂલ શિક્ષણ અને રમતગમત વિભાગમાં 16 દિવસમાં 50, જળસંપદા વિભાગમાં 13 દિવસમાં 35, કૃષિ વિભાગમાં 18 દિવસમાં 35, સૌથી ઓછા મરાઠી ભાષા વિભાગના 3 દિવસમાં 3 જીઆર અને પર્યાવરણ વિભાગમાં એક દિવસમાં ફક્ત 2 જીઆર જારી કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.