શુગર કમિશનરેટ દ્વારા નોટિસ ફટકારાઈ:ભાજપ, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસના 7 નેતાનાં સાકર કારખાનાં મુશ્કેલીમાં

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પંકજા મુંડે - Divya Bhaskar
પંકજા મુંડે

આ વખતે મોસમમાં 70 ટકાથી ઓછી એફઆરપી આફનારા રાજ્યના સાત સાકર કારખાનાંને શુગર કમિશનરેટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેમાં રાષ્ટ્રવાદીના નેતા માજી મંત્રી ધનંજય મુંડે, ભાજપનાં નેતા પંકજા મુંડે, નગરના ભાજપના વિધાનસભ્ય બબનરાવ પાચપુતેનો સમાવેશ થાય છે. આ સાતમાંથી ત્રણ કારખાનાં રાષ્ટ્રવાદી, 3 કારખાનાં ભાજપના નેતાના અને એક કારખાનું કોંગ્રેસના નેતાનું છે.

ધનંજય મુંડે
ધનંજય મુંડે

રાજ્યમાં શેરડીની મોસમ 15 જૂને પૂરી થઈ હોઈ વિક્રમી સાકરનું ઉત્પાદન થયું છે. વૈશ્વિક સ્તરે પણ બ્રાઝિલને પાછળ મૂકીને ભારત સાકર અને શેરડી ઉત્પાદનમાં અગ્રેસર બન્યો હોઈ તેમાં રાજ્યનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. સાકર કારખાનાં દ્વારા ખેડૂતોને સમયસર એફઆરપી મળે તે માટે વિશેષ ફોલો-અપ કરવાથી હમણાં સુધી 97 ટકા એફઆરપીની વહેંચણી થઈ ચૂકી છે.

બાકી ઠેકાણે સાકર કારખાનાં અને ખેડૂતો વચ્ચે એફઆરપીનાં નાણાં દિવાળી સુધી આપવા બાબતે કરાર થયા છે. જે કારખાનાં એફઆરપી આપતાં નથી તેમની પર મહેસૂલ વસૂલી પ્રમાણપત્ર (આરઆરસી) કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. 70 ટકાથી ઓછી એફઆરપી આપનારાં સાત કારખાનાંને નોટિસ બજાવવામાં આવી છે, એમ શુગર કમિશનર શેખર ગાયકવાડે જણાવ્યું છે.

રાજ્ય શુગર કમિશનરેટે રાજ્યનાં સાત સાકર કારખાનાંને આરસીસી અનુસાર નોટિસે ફટકારી છે. 70 ટકાથી ઓછી એફઆરપી આપનારાં આ કારખાનાંએ કુલ રૂ. 14503.59 લાખ આરસીસી રકમ બાકી રાખી છે. તેમાં મુખ્યત્વે રાજકીય નેતાઓનાં સાકર કારખાનાં મુશ્કેલીમાં આવતાં દેખાઈ રહયાં છે.

આ કારખાનાંઓને નોટિસ
બીડમાં અંબાજોગાઈ સહકારી સાકર કારખાના, અંબાજોગાઈ, આરસીસી રકમ રૂ. 814.15 (સંબંધિત નેતા- માજી મંત્રી ધનંજય મુંડે- રાષ્ટ્રવાદીઃ, સોલાપુરમાં સહકાર શિરોમણી વસંતરાવ કાળે સહકારી સાકર કારખાના, પંઢરપુર- આરસીસી રકમ રૂ. 3674.90 લાખ (રાષ્ટ્રવાદીના કલ્યાણરાવ કાળે), સાતારામાં કિસનવીર સસાકા ભુઈંજ, સાતારા- આરસીસી રકમ- રૂ. 411.91 લાખ (રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય મકરંદ પાટીલ), બીડમાં વૈદ્યનાથ સહકારી સાકર કારખાના, પરળી- આરસીસી રકમ રૂ. 4615.75 લાખ (ભાજપનાં માજી મંત્રી પંકજા મુંડે)નો સમાવેશ થાય છે.

આ નેતાઓ પણ ભીંસમાં
ઉસ્માનાબાદના જયલક્ષ્મી શુગર પ્રો. નિતળી- આરસીસી રકમ રૂ. 340.69 લાખ, (ભાજપના વિજયકુમાર દંડનાઈક), નગરમાં સાઈકૃપા સાકર કારખાના, હરિડગાવ, નગર- આરસીસી રકમ રૂ. 2054.50 લાખ (ભાજપના વિધાનસભ્ય બબનરાવ પાચપુતે) અને પુણેમાં રાજગડ સહકારી સાકર કારખાના લિ. ભોર- આરસીસી રકમ રૂ. 2591.69 લાખ (કોંગ્રેસના વિધાનસભ્ય સંગ્રામ થોપટે)નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...