કાર્યવાહી:170 રોકાણકારો સાથે 7 કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શેરબજારમાં સારા વળતરની લાલચ આપી હતી

શેરબજારના રોકાણ પર સારુ વળતર આપવાની લાલચ દેખાડીને 170 રોકાણકારોની છેતરપિંડી કરવાના આરોપ હેઠળ આર્થિક ગુના શાખાએ 36 વર્ષના સિદ્ધાર્થ પિલાનીની ધરપકડ કરી હતી. આરોપીએ ફરિયાદ અને બીજા રોકાણકારો સાથે 7 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ છે. પિલાની વિરુદ્ધ આ પહેલાં પણ 14 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો એક ગુનો દાખલ છે. ફરિયાદી ચિતકરણ ખુરાના જાણીતા અંકશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર બિંદુ ખુરાનાનો પુત્ર છે. આરોપીએ એની સાથે 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.

આરોપીએ કુલ 170 જણને સારું વળતર આપવાની લાલચ દેખાડીને 7 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ છે. આરોપીએ કેપિટલ બર્જ નામની કંપની હોવાનું જણાવ્યું હતું પણ આવી કોઈ કંપનીનું ક્યાંય પણ રજિસ્ટ્રેશન ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

શરૂઆતમાં આરોપીએ સારું વળતર આપ્યું. એ પછી 2021 થી 2022ના સમયગાળામાં આરોપીએ કોઈ પણ વળતર આપ્યું ન હોવાથી તમામ રોકાણકારોએ આ પ્રકરણએ પોલીસમાં ફરિયાદ કરી. એ અનુસાર એપ્રિલ મહિનામાં આ પ્રકરણે માતા રમાબાઈ આંબેડકર માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી આગળની તપાસ આર્થિક ગુના શાખાને ટ્રાન્સફર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...