સ્ટોક માર્કેટના 67 ટકા રોકાણકારો બેન્ચમાર્ક માર્કેટ ઇન્ડેક્સથી ઓછું વળતર મેળવવામાં નિષ્ફળ રહ્યા છે એવો ખુલાસો ભારતીય મૂડીબજારો અને રોકાણકારના અભિગમ પર થયેલા એક પથપ્રદર્શક સર્વેમાં થયો છે. એક ચેતવણીભર્યા ટ્રેન્ડમાં મોટા ભાગના ભારતીય રોકાણકારો અને ટ્રેડર્સ બેન્ચમાર્ક જેટલું વળતર પણ મેળવી શક્યાં નથી એવી જાણકારી મળી છે.
આ માટે વિવિધ પરિબળો જવાબદાર હોઈ શકે છે, જેમ કે – ટ્રેડિંગ સિસ્ટમનો અભાવ, પર્ફોર્મન્સની ખામીયુક્ત આકારણી, લાલચ અને ડરના સમયમાં લાગણીથી ટ્રેડિંગ કરવું, ટિપ્સ અને ઇન્ફ્લુએન્સર્સ પર આધાર રાખવો, અતિશય ઉપયોગ વગેરે. ઉપરોક્ત પડકારોનો સફળતાપૂર્વક સામાનો કરવા ભારતની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ-ટેક કંપની સેમ્કોએ રોકાણકારો અને ટ્રેડર્સને રાષ્ટ્રવ્યાપી ‘મિશન – એસ ધ ઇન્ડેક્સ’માં સહભાગી થવાની અપીલ કરી છે, જેનો ઉદ્દેશ ભારતીય વચ્ચે વધારે વળતર મેળવવાની કાર્યશૈલી ઊભી કરવાનો છે.નીલ્સન સાથે આ સર્વે હાથ ધર્યો હતો. તેમાં 10 મુખ્ય શહેરોમાં થયો હતો, જેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ, પુણે, સુરત, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ અને જયપુર સામેલ હતા.
આ શહેરોમાં 24થી 45 વર્ષની વયજૂથનાં આશરે 2,000 રોકાણકારો અને ટ્રેડર્સ સર્વેમાં સામેલ થયા હતા. 67 ટકા સ્ટોક માર્કેટના સહભાગીઓ બેન્ચમાર્ક ઇન્ડેક્સ જેટલું વળતર પણ મેળવી શક્યાં નથી, 65 ટકા રોકાણકારોને તેમના સ્ટોક માર્કેટના ચોક્કસ વળતરની જાણકારી પણ નથી, 77 ટકા રોકાણકારોને એ પણ ખબર નથી કે, તેમણે બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર સતત મેળવવાની જરૂર છે.
તેમાં મર્યાદિત 23 ટકા રોકાણકારોને ખબર છે કે, તેમને બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર મેળવવાની જરૂર છે; 50 ટકાથી વધારે રોકાણકારો બેન્ચમાર્ક સૂચકાંકોથી વધારે વળતર કેવી રીતે મેળવવું એની જાણકારી નથી કે એ માટેનું પ્રેરકબળ ધરાવતા નથી. 63 ટકા રોકાણકારો સૂચકાંકોથી વધારે વળતર મેળવવાનો લક્ષ્યાંક કે કોઈ યોજના ધરાવતા નથી, એમ સેમ્કોના સ્થાપક અને સીઇઓ જિમીત મોદીએ કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.