ઝુંબેશ તેજ કરાઈ:3 માસમાં 50 લાખ યુનિટ વીજ ચોરી પકડાઈ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક ઝોનમાં વધુ વીજ ગળતરવાળા 230 ફીડર નિશ્ચિત કરીને કાર્યવાહી

વીજ ચોરી રોકવા મહાવિતરણની ઝુંબેશના ભાગ તરીકે રાજ્યના દરેક ઝોનમાં સૌથી વધુ વીજ ગળતરવાળા 230 ફીડર નિશ્ચિત કરીને કરવામાં આવેલી કાર્યવાહીને સફળતા મળી છે. ફક્ત ત્રણ મહિનામાં 50 લાખ યુનિટની વીજ ચોરી પકડવામાં મહાવિતરણને સફળતા મળી છે. મહાવિતરણના દરેક ફીડર પર અનેક ગ્રાહક જોડેલા હોય છે. ફીડર પરથી આપવામાં આવેલી વીજ અને સંબધિત ગ્રાહકના મીટર પર નોંધ થયેલો વીજનો વપરાશની ચકાસણી કરીને વીજ ગળતર નિશ્ચિત કરવામાં આવે છે. મુખ્યત્વે વીજચોરીના કારણે ખોટ વધે છે.

મહાવિતરણે ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક ઝોનમાં સૌથી વધુ વીજ ગળતરવાળા ફીડર નક્કી કરવામાં આવ્યા. એ પછી તેની સાથે જોડાયેલા ઘરગથ્થુ અને ઔદ્યોગિક ગ્રાહકોના વીજ વપરાશ પર મહાવિતરણના અધિકારીઓએ ધ્યાન કેન્દ્રિત કર્યું. સંબંધિત ગ્રાહકના મીટરમાં યોગ્ય રીડિંગ આવે છે કે નહીં, મીટર સાથે ચેડાં કર્યા છે કે નહીં, આંકડો નાખીને વીજચોરી થઈ રહી છે કે નહીં વગેરે માહિતી લઈને મહાવિતરણના કર્મચારીઓએ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...