ઘોષણા:જો લાઈફગાર્ડનું ગણપતિ વિસર્જન સમયે મોત થાય તો 5 લાખની મદદ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાદરના સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી મહત્વની ઘોષણા કરવામાં આવી

સંપૂર્ણ રાજ્યમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દોઢ વર્ષના બાપ્પાનું ભાવપૂર્વક વિસર્જન થઈ ગયું છે. મુંબઈ મહાપાલિકા અને પોલીસ તરફથી વિસર્જન માટે ઘણી મહેનત કરવામાં આવી છે. અનેક ઠેકાણે વિસર્જન માટે કૃત્રિમ તળાવ નિર્માણ કરવામાં આવ્યા છે. તેમ જ સમુદ્રકિનારે પણ વિસર્જન માટે મોટા પ્રમાણમાં તૈયારી કરવામાં આવી છે. ગણપતિ વિસર્જન માટે લાઈફગાર્ડની નિમણુક કરવામાં આવી છે. આ લાઈફગાર્ડ માટે હવે સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે મહત્વની જાહેરાત કરી છે.

ગણપતિ વિસર્જનના સમયે મુંબઈના નોંધણીકૃત લાઈફગાર્ડનું કમનસીબે મૃત્યુ થાય તો સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. ટ્રસ્ટના અધ્યક્ષ આદેશ બાંદેકરે આ માહિતી આપી હતી. કોરોના બાદ બે વર્ષે રાજ્યમાં પ્રતિબંધમુક્ત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તેથી ભાવિકોમાં ઘણો ઉત્સાહ છે.

આ વર્ષે મોટા પ્રમાણમાં ગણપતિ વિસર્જન થશે. આ વિસર્જન નિર્વિધ્ને પાર પડે એવી પ્રાર્થના છે. વિસર્જનના સમયે નોંધણીકૃત લાઈફગાર્ડ, અનેક નોંધણીકૃત ગણેશ મંડળો મદદ કરે છે. મુંબઈમાં વિસર્જનના ઠેકાણે વિસર્જન કરતા સમયે કમનસીબે નોંધણીકૃત લાઈફગાર્ડનું મૃત્યુ થાય તો સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ તરફથી 5 લાખ રૂપિયાની મદદ જાહેર કરવામાં આવી છે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ હંમેશા સમાજોપયોગી અભિયાન કરે છે. મેડિકલ મદદ કે આત્મહત્યાગ્રસ્તના બાળક માટે કેજીથી પીજી શિક્ષણ જેવી સમાજસેવા કરે છે. દાનપેટીમાં ભેગા થતા રૂપિયા સમાજના, લોકોના ભલા માટે વપરાવા જોઈએ. આ રૂપિયામાંથી જ લાઈફગાર્ડની મૃત્યુ બાદ આર્થિક મદદ જાહેર કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...