પેન કાર્ડ અપડેટ કરવાને નામે મુંબઈના 47 વર્ષના શખસ સાથે છેતરપિંડી કરવા સંબંધે સાઈબર ક્રાઈમ પોલીસે સુરતથી ચાર જણની ધરપકડ કરી છે, જેમણે આ રીતે અનેક સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.રોહિત રવીંદ્ર ઘુસ્તે (47) સાથે રૂ. 1.40 લાખની છેતરપિંડી થઈ હતી. તેણે આ અંગે અંધેરી આંબોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે પછી પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓમાં વિપુલ બોઘરા (32), પ્રદીપ રંગાણી (27), આશિષ બોદરા (32) અને જેમિશ વિરાણી (25)નો સમાવેશ થાય છે.ફરિયાદ અનુસાર 24 માર્ચે તેને એક અજ્ઞાત મોબાઈલ ફોન પરથી કોલ આવ્યો હતો. તે
ને પેન કાર્ડ અપડેટ કરવા માટે આવશ્યક વિગતો મોકલવા માટે કહ્યું હતું. પેન કાર્ડ અપડેટ કરવા માટે ઘુસ્તેના મોબાઈલ ફોન પર આરોપીઓએ એક લિંક મોકલી હતી. લિંક મળ્યા પછી ફરિયાદીની પત્નીએ તેની પર ક્લિક કર્યું હતું, જે થકી આરોપીઓએ ફરિયાદીના બેન્ક ખાતાને પહોંચ મેળવીને રૂ. 1.40 લાખની ઉઠાંતરી કરી હતી.
આ સંબંધે તેણે આંબોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ ભારતીય દંડ સંહિતાની કલમ 420 સાથે આઈટી એક્ટની કલમ 66 (ક) (ડ) અંતર્ગત ગુનો નોંધ કરવામાં આવ્યો હતો. આ પછી તપાસ કરતાં પગેરું સુરત સ્થિત બોદરા અને વિરાણીના મોબાઈલ શોપમાં નીકળ્યું હતું. આથી બંનેને ધરપકડ કરાઈ હતી. તેમણે પછી બોઘરા અને રંગાણીનાં નામ આપતાં તેમની પણ ધરપકડ કરાઈ હતી.આરોપી પાસેથી આ કૌભાંડ કરવા માટે ઉપયોગ કરાયેલાં 153 ક્રેડિટ કાર્ડ, અનેક મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.