દરખાસ્ત:બુલેટ ટ્રેનને લીધે થનારા નુકસાન પેટે 3,889 કરોડની માગ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વળતર રૂપે એનએચઆસઆરસી પાસે રૂ. 3889 કરોડની માગણી

બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સમાં ઊભા થઈ રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશન માટે આપેલી જગ્યા પેટે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન પાસે 3 હજાર 889 કરોડ રૂપિયાની માગણી કરી છે. આ સ્ટેશનના કારણે એમએમઆરડીએ ત્યાંની જમીન પર મંજૂર થયેલા બાંધકામ ક્ષેત્ર વાપરવા પર મર્યાદા આવશે. પરિણામે ભૂખંડનું બાંધકામ ક્ષેત્ર ભાડે આપીને મળનારા થોડા રૂપિયાનું નુકસાન થશે.

એનું વળતર એનએચએસઆરસીએ આપવું એવી માગણી એમએમઆરડીએએ કરી છે. આ નિર્ણયને પ્રાધિકરણની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. એનએચએસઆરસીને બીકેસીના બુલેટ ટ્રેન સ્ટેશન માટે જમીન પર 1.52 હેકટર અને જમીનની નીચે 3.32 હેકટર ભૂખંડની જરૂર પડશે. સ્ટેશનના બાંધકામ દરમિયાન હંગામી સ્વરૂપે ચારેય બાજુ મળીને 3.3 મીટર પહોળો પટ્ટો છોડવો પડશે. એમાં 0.812 હેકટર જમીનની જરૂર પડશે. તેમ જ અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટેની 3.32 હેકટર જમીન હંગામી સ્વરૂપે જોઈશે. સ્ટેશનની રૂપરેખામાં થયેલા ફેરફારના કારણે ભૂખંડના ક્ષેત્રમાં પણ થોડા ફેરફાર થયા છે.

કેસીમાં પ્રસ્તાવિત બુલેટ ટ્રેન સ્ટેશનની ઉપર એમએમઆરડીએ તરફથઈ આઈએફએસસી સેંટર ઊભું કરવામાં આવનાર હતું. એના માટે કેન્દ્ર સરકાર તરફથી હજી મંજૂરી મળી નથી. આ કેન્દ્ર ઊભું ન થાય તો આ ભૂખંડ એમએમઆરડીએ ખાનગી સંસ્થાઓને 80 વર્ષ માટે ભાડે આપવાનો વિચાર કરે ચે. જો કે બુલેટ ટ્રેન સ્ટેશનની સ્ટ્રકચરલ ડીઝાઈનની બંધીના કારણે સ્ટેશન પરના ભૂખંડની ઈમારતનું બાંધકામ કરતા બાંધકામ ક્ષેત્ર (બિલ્ટઅપ એરિયા) પૂર્ણ ક્ષમતાથી વાપરવા પર મર્યાદા આવશે. એમાંથી એમએમઆરડીએને મુક્ત ભૂખંડ પર ઈમારતના આશરે 12.65 હેકટર બાંધકામ ક્ષેત્ર છોડવું પડશે.

એના કારણે લગભગ 4 હજાર 357 હેકટર કરોડ રૂપિયાના મહેસૂલ પર પાણી ફરી વળશે. તેમ જ એમએમઆરડીએને બીકેસીનો ભૂખંડ બુલેટ ટ્રેનના સ્ટેશન માટે કાયમીસ્વરૂપે અને હંગામી સ્વરૂપે હસ્તાંતરિત કરવા માટે 4 હજાર 532 કરોડ રૂપિયા એનએચએસઆરસી પાસેથી મળવા અપેક્ષિત છે.

અન્ય સમાચારો પણ છે...