નિમણુક:પાણી ભરાવાની શક્યતાવાળા પાટા પર 300 વ્યક્તિનું પેટ્રોલિંગ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં લોકલ સેવા રાબતે મુજબ ચાલુ રાખવા રેલવે સજ્જ

છેલ્લા થોડા વર્ષમાં ચોમાસાની પેટર્ન બદલાઈ હોવાથી અચાનક કોઈ પણ ભાગમાં અતિવૃષ્ટિ થતી હોવાથી રેલવેએ હંમેશા એલર્ટ પોઝિશનમાં રહેવું પડે છે. એના માટે જ્યાં પાણી ભરાવાની શક્યતા છે ત્યાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. એના માટે 300 પેટ્રોલમેનની નિમણુક કરવામાં આવી છે.

મેરેથોનમાં જે પ્રમાણે એક દોડવીર મશાલ આગળના દોડવીરના હાથમાં આપે એ પ્રમાણે રેલવેના પેટ્રોલમેન પોતાના ભાગનું નિરીક્ષણ નોંધપોથીમાં ટાંકીને આ નોંધપોથી આગળના ભાગના પેટ્રોલમેનના હાથમાં આપશે.

કોઈ ઠેકાણે ચારથી પાંચ કલાકમાં 3 ઈંચ કરતા વધારે વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ ગણવામાં આવે છે. મુંબઈમાં એકાદ કલાકમાં 2 ઈંચ વરસાદ પડે તો લોકલના પાટા પાણીની નીચે જાય છે. પાટા પર ચાર ફૂટ કરતા વધુ પાણી ભરાઈ જાય તો લોકલની મોટરમાં પાણી ઘુસી જાય છે. તેથી આ લોકલનો ઉપયોગ થોડા દિવસ માટે મુલતવી રાખવો પડે છે.

લોકલને કારખાનામાં લઈ જઈને મોટરને ડ્રાયરની મદદથી સૂકવવામાં આવે છે. રેલવેએ 300 પેટ્રોલમેનની નિમણુક કરી છે અને તેમને રેલવે પરિસરમાં મોકાના ઠેકાણે તહેનાત કરવામાં આવશે. આ પેટ્રોલમેનના યુનિફોર્મ પર અથવા હાથ પર જીપીએસ ટ્રેકર બેન્ડ બાંધવામાં આવ્યા છે. તેથી નિયંત્રણ કક્ષને તેમનું લાઈવ લોકેશન સમજાય છે.

52 ભાગમાં પેટ્રોલિંગ
મધ્ય રેલવેના કુલ 52 ભાગમાં પેટ્રોલિંગ કરવામાં આવશે. એમાંથી 34 ભાગ મુંબઈના ઘાટ સેક્શનમાં છે. મુંબઈ ઉપનગરોમાં 29 ઠેકાણે ઉચ્ચ ક્ષમતાના પંપ લગાડવામાં આવ્યા છે. 16 અતિરિક્ત પંપ પૂરક્ષેત્રમાં લગાડવામાં આવ્યા છે. કુલ 999 કિલોમીટર નાળાઓની સફાઈ કરવામાં આવી છે. 98 ટકા કામ પૂરા થયા છે અને 68 વહેતા નાળામાંથી કાદવ કાઢવામાં આવ્યો છે. ઘાટ અને દુર્ગમ ભાગમાં 29 સંવેદનશીલ ઠેકાણે 145 સીસી ટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે. મહત્વના પુલ, બોગદા, ડુંગર જેવા 114 ઠેકાણે 24 કલાક નજર રાખવા સ્ટેશનરી વોચમેનની નિમણુક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...