મુખ્ય મંત્રી એકનાથ શિંદેની હાજરીમાં 30 નગરસેવકો શિવસેનાના શિંદે જૂથમાં જોડાયા છે. પરભણી જિલ્લાના પાથરી, પૂર્ણા, પાલમના ઠાકરે જૂથ અને રાષ્ટ્રીય સમાજ પાર્ટી, એમઆઇએમ, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નગરસેવકોએ એકનાથ શિંદેની હાજરીમાં શિંદે જૂથમાં પ્રવેશની જાહેરાત કરી હતી.બીજી તરફ સાંસદ સંજય રાઉતની નાશિક મુલાકાત બાદ એકનાથ શિંદેએ ઠાકરે જૂથને મોટો આંચકો આપ્યો છે.
મુખ્ય મંત્રીની હાજરીમાં ઠાકરે જૂથના 58 પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાઈ રહ્યા છે. નરીમાન પોઈન્ટ ખાતે શિવસેના પાર્ટી કાર્યાલયમાં આ કાર્યક્રમ યોજાશે.શિંદેએ જણાવ્યું હતું કે, દિવંગત શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના વિચારોને અનુસરીને ઘણા લોકો અમારી સાથે આવી રહ્યા છે અને જોડાઈ રહ્યા છે. આ મુજબ પરભણી જિલ્લાના વિવિધ પક્ષોના નગરસેવકો ગુરુવારે જાહેરમાં અમારી સાથે જોડાયા છે. હું તેમનું મનઃપૂર્વક સ્વાગત કરું છું.
શિંદેએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, રાજ્યની સરકાર જ્યારથી સત્તામાં આવી છે, ત્યારથી તમામ વર્ગના લોકોને જેમ કે શ્રમિકો, ખેડૂતો અને કામદારોને ન્યાય આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમે ચોક્કસપણે પ્રયાસ કરીશું. પરભણી જિલ્લાની પડતર સમસ્યાઓનો સરકાર દ્વારા ઉકેલ લાવવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ ડો. શ્રીકાંત શિંદે, સાંસદ શિવાજીરાવ જાધવ, શાળા શિક્ષણ મંત્રી દીપક કેસરકર, બાળાસાહેબની શિવસેના પાર્ટી મહારાષ્ટ્ર રાજ્ય સંયોજક નરેશ મ્હસ્કે અને પરભણી જિલ્લાના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.