આવક:APMCમાં શાકભાજીના દરમાં 30 - 40%નો ઘટાડો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યારે દરરોજ 500 થી 550 ગાડીની આવક થઈ રહી છે

નવી મુંબઈ એપીએમસી માર્કેટમાં ગયા અઠવાડિયાથી શાકભાજીની આવક વધી છે. પરિણામે શાકભાજીના દર ઓછા થઈ રહ્યા છે. એપીએમસીના અત્યારે દરરોજ 500 થી 550 ગાડીની આવક થઈ રહી છે. તેથી શાકભાજીના દરમાં લગભગ 30 થી 40 ટકાનો ઘટાડો થયો છે. થોડા દિવસ પહેલાં 100 રૂપિયે કિલો મળતા ટમેટાના દર હાલ 20 થી 25 રૂપિયા કિલો છે. મેથીના દર પણ ઓછા થયા છે. મેથીની એક ઝૂડી માટે અત્યારે 10 રૂપિયા ચુકવવા પડે છે.

એપીએમસી માર્કેટમાં મહારાષ્ટ્રના પુણે, અહમદનગર, નાશિક, સાંગલી જિલ્લામાંથી મોટા પ્રમાણમાં શાકભાજી આવી રહી છે. એ સાથે જ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશથી પણ અનેક શાકભાજી આવી રહી છે. આવક વધી છે ત્યારે મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી મૂશળધાર વરસાદ પડી રહ્યો હોવાથી શાકભાજીનો ઉઠાવ નથી. શાકભાજી ખરીદવા માટે ગ્રાહકો મોટી સંખ્યામાં આવતા ન હોવાથી શાકભાજી એપીએમસી માર્કેટમાં પડી રહે છે. એનો ફટકો પડવાથી પણ દર ઓછા થયા છે.

નવી મુંબઈ એપીએમસી માર્કેટમાં આવક વધી હોવાથી શાકભાજીના છૂટક ભાવ પણ ઓછા થયા છે. તેથી સામાન્ય ગ્રાહકો ખુશ છે તો ભાવ ઓછા થવાથી ખેડૂતો અને શાકભાજી વિક્રેતાઓ ચિંતામાં છે. અત્યારે ટમેટા 20 થી 25 રૂપિયે કિલો, રીંગણા 16 થી 18, દૂધી 28 થી 30, સિમલા મરચા 30 થી 32, કોબી 10 થી 12, ભીંડા 40 થી 45, કારેલા 25 થી 28, કાકડી 20 થી 22, ગાજર 30 થી 32 રૂપિયે કિલો મળી રહ્યા છે. કોથમીરની એક ઝૂડીના 10 રૂપિયા, મેથી 10 રૂપિયા, પાલક 8 થી 10 રૂપિયે ઝૂડી અને ફૂદીનો 15 રૂપિયે ઝૂડી મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...