મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ બ્યુરોના ઘાટકોપર યુનિટે 1.22 કરોડ રૂપિયાની કિંમતના 610 ગ્રામ મેફેડ્રોન સહિત 3 જણની ધરપકડ કરી હતી. એમાં એક વિદેશી મહિલાનો પણ સમાવેશ છે. એએનસીના અધિકારીઓએ આપેલી માહિતીના આધારે પહેલા બે સ્થાનિક પેડલરની ધરપકડ કર્યા પછી તેમની પાસે 150 મેફેડ્રોન મળ્યું. તેમણે આ મેફેડ્રોન એક આફ્રિકન મહિલા પાસેથી વિરાર પૂર્વથી ખરીદી કર્યાનું નિષ્પન્ન થયું હતું.
એ પછી પોલીસની ટીમે એક નાઈજિરિયન મહિલાની ધરપકડ કરી હતી. એની પાસેથી 460 મેફેડ્રોન મળ્યું હતું. એમ કુલ 610 મેફેડ્રોન જપ્ત કરીને 3 જણની ધરપકડ કરી હતી. એમાં હજી કેટલા જણનો સમાવેશ છે એની તપાસ પોલીસ કરી રહી છે. ધરપકડ કરેલા આરોપીઓને કોર્ટમાં હાજર કરતા કોર્ટે 6 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડી સંભળાવી હતી.
દરમિયાન નવા વર્ષના સ્વાગત નિમિત્તે મુંબઈ પોલીસે અનેક કાર્યવાહીઓ કરી હતી. એમાં એક જ દિવસમાં બે મોટી કાર્યવાહી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ખારઘરમાંથી સવા કરોડ રૂપિયાની નશીલા પદાર્થ જપ્ત કર્યા હતા. આ પ્રકરણે 17 જણ પર ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં 16 વ્યક્તિ નાઈજિરિયન છે. તેમની પાસેથી 83 લાખ રૂપિયાનું હેરોઈન અને 29 લાખ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.
એક રો હાઉસમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી. એ અનુસાર પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યાં રો હાઉસના ભોંયતળિયે અને પહેલા માળે ભેગી થયેલી નાઈજિરિયન વ્યક્તિઓએ ધક્કામુક્કી કરીને નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. પણ પોલીસે 17 જણને પકડી લીધા હતા. 16 નાઈજિરિયન નાગરિકમાં 6 મહિલા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.