ભાસ્કર વિશેષ:રાજ્યમાં હ્રદયરોગીઓ માટે આરોગ્ય વિભાગની 27 કેથલેબ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાજબી દરે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાશે : કેથલેબ શરૂ થતાં દર્દીઓને રાહત

રાજ્યમાં હ્રદયરોગી દર્દીઓની વધતી સંખ્યાની પાર્શ્વભૂમિ પર આરોગ્ય વિભાગે સારવાર માટે 27 ઠેકાણે કેથલેબ શરૂ કરવાનો ઉપક્રમ હાથમાં લીધો છે. એમાંથી 8 કેથલેબ સીધા આરોગ્ય વિભાગના અને બાકીની 19 કેથલેબ રાજ્યની આરોગ્ય ખાતરી સોસાયટીના માધ્યમથી શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના માધ્યમથી રાજ્યમાં 27 ઠેકાણે હ્રદયરોગના દર્દીઓ પર સારવાર માટે કેથલેબ શરૂ થતા હજારો દર્દીઓને ફાયદો થશે.

હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ સહિત વૃદ્ધાવસ્થા અને બદલાયેલી જીવનશૈલીના કારણે હ્રદયરોગનો હુમલો આવીને મૃત્યુ થવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. તાજેતરના બે દાયકામાં યુવકોમાં હ્રદયરોગનો હુમલો થવાનું દેખાય છે. મુખ્યત્વે ગ્રામીણ ભાગોમાં હ્રદયરોગના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એની નોંધ લેતા આરોગ્ય વિભાગે 8 ઠેકાણે કેથલેબ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગની હોસ્પિટલમાં વાજબી દરે હ્રદયરોગના દર્દીઓ પર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે એમ આરોગ્ય વિભાગના વરિષ્ઠ ડોકટરોએ જણાવ્યું હતું.

આ 8 કેથલેબમાંથી નાશિક ખાતે કેથલેબ શરૂ કરવામાં આવી છે. થાણે, સિંધુદુર્ગ, અમરાવતી, પુણે, જાલના, ગડચિરોલી અને નાંદેડમાં શરૂ કરવામાં આવશે. એના માટે કેથલેબ દીઠ બાંધકામ સહિત લગભગ 8 લાખ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.ઉપરાંત રાજ્ય આરોગ્ય ખાતરી સોસાયટીના માધ્યમથી બીજી 19 કેથલેબ ઊભી કરવામાં આવશે. કેથલેબ ઊભી કરવા જરૂરી કર્મચારીઓ અને ટેકનિશિયનોની જગ્યા ભરવામાં આવશે. તેમ જ હ્રદયરોગ નિષ્ણાતોની કોન્ટ્રેક્ટ ધોરણે નિયુક્તી કરવામાં આવશે.

ળા અને કેસરી રેશનકાર્ડ ધારકોને મફત સારવાર : ખાનગી હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી માટે 3 થી 5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જે સામાન્ય નાગરિકને પરવડતો નથી. સરકારી મેડિકલ કોલેજમાં એન્જિયોપ્લાસ્ટી માટે લગભગ 65 હજાર રૂપિયા લેવામાં આવે છે. પીળા અને કેસરી રેશનકાર્ડ ધારકોને મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના અને વડાપ્રધાન જનઆરોગ્ય યોજનાના માધ્યમથી મફત સારવાર કરવામાં આવે છે. ઉપરાંત મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના અંતર્ગતની આ હોસ્પિટલમાં આ રોગની સારવાર લેનારાનો દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ યોજના દ્વારા કરવામાં આવે છે.

30 ઠેકાણે કિડની રોગ માટે ડાયાલિસિસના મશીન : આ યોજનાના એક ભાગ તરીકે 19 ઠેકાણે કેથલેબ ઊભી કરવામાં આવશે. ઉપરાંત 30 ઠેકાણે કિડની રોગ માટે ડાયાલિસિસના મશીન લગાડવામાં આવશે. આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ ડોકટરના જણાવ્યા અનુસાર આ નિર્ણયના લીધે થાણે, પુણે વગેરે ઠેકાણે બે કેથલેબ શરૂ કરી શકાશે. ઉપરાંત રત્નાગિરી, જાલના, અહમદનગર, ધુળે, બીડ, હિંગોલી, બુલઢાણા, પરભણી, ગડચિરોલી, ભંડારા, કરાડ, સાતારા, મુંબઈ ઉપનગર, ઔરંગાબાદ, વાશિમ, સિંધુદુર્ગ, નાંદેડ અને વર્ધા ખાતે કેથલેબ શરૂ કરવાની યોજના છે.

231 કરોડ રૂપિયા સોસાયટીને મળ્યા
મહાત્મા ફૂલે જન આરોગ્ય યોજના અને આયુષ્યમાન ભારત વડાપ્રધાન જન આરોગ્ય યોજનાને સહિયારી રીતે અમલમાં મૂકવાનો નિર્ણય ફેબ્રુઆરી 2019માં લેવામાં આવ્યો. આ યોજના અમલમાં મૂકવા માટે યુનાયટેડ ઈંડિયા ઈન્શ્યોરન્સ કંપની અને રાજ્ય આરોગ્ય ખાતરી સોસાયટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો છે. આ કરારની જોગવાઈ અનુસાર અપેક્ષિત દાવા કરતા ઓછા દાવાને લીધે વીમા હપ્તાઓમાંથી 193 કરોડ 55 લાખ રૂપિયા અને યોજનાનો પ્રચાર ન કરવાના કારણે 79 કરોડ 16 લાખ એમ કુલ 231 કરોડ રૂપિયા સોસાયટીને મળ્યા છે. આ રૂપિયામાંથી સાર્વજનિક આરોગ્ય વિભાગની હોસ્પિટલોને વધુ સક્ષમ કરવા મંત્રીમંડળની બેઠકમાં માન્યતા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...