હાઈ કોર્ટમાં દાદ માગી:26-11 હુમલાના સાક્ષીની કોર્ટમાં સરકારી યોજનામાં ઘરની માગણી

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રાસવાદી કસાબને ઓળખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

મુંબઈ પર નવેમ્બર 2008માં થયેલ ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાની ત્રાસવાદી અજમલ કસાબની કોર્ટમાં ઓળખ કરનાર સાક્ષી દેવિકા રોટાવને ફરીથી હાઈ કોર્ટના દરવાજા ખખડાવીને સરકારી યોજનામાં ઘર ઉપલબ્ધ કરી આપવાનો આદેશ આપવાની માગણી કરી હતી. ઘર આપવાની એની માગણી સરકારે ફગાવી દીધા પછી એણે હાઈ કોર્ટમાં દાદ માગી છે.

આ પહેલાં બે વર્ષ પૂર્વે એણે આ જ માગણી માટે અરજી કરી હતી. એ સમયે કોર્ટે એને રાજ્ય સરકારને એની માગણી પર વિચાર કરવાનો અને જરૂરી નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. પણ સરકારે એની માગણી માન્ય ન કરતા 23 વર્ષીય દેવિકાએ ફરી હાઈ કોર્ટમાં દાદ માગી છે. જજ એસ.વી.ગંગાપુરવાલા અને જજ મકરંદ કર્ણિકની ખંડપીઠ સમક્ષ રોટાવનની અરજી પર સુનાવણી થઈ હતી. એ સમયે ઓકટોબર 2020ના કોર્ટના આદેશ અનુસાર 13 લાખ 26 હજાર રૂપિયાનું વળતર રોટાવનને આપવામાં આવ્યું હોવાની માહિતી અતિરિક્ત સરકારી વકીલ જ્યોતી ચવ્હાણે કોર્ટને આપી હતી.

કેન્દ્ર સરકારની માગણી અનુસાર રોટાવનને હુમલા પછી 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું. તેથી હવે એ ફરીથી વળતરની માગણી કરી શકતી નથી એમ કેન્દ્ર સરકાર તરફથી વકીલ નારાયણ બુબુનાએ કોર્ટમાં જણાવ્યું. રોટાવનનો પક્ષ રજૂ કરનાર વકીલ આ સમયે ગેરહાજર હોવાથી કોર્ટે એની અરજી પરની સુનાવણી 12 ઓકટોબરના રાખી હતી. ત્રાસવાદી હુમલાના સમયે રોટાવન 9 વર્ષની હતી. એ પિતા અને ભાઈ સાથે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનમાં ટ્રેનની રાહ જોઈ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...