લોકલ ટ્રેનમાં અકસ્માતો:એક વર્ષમાં 2507 લોકોનાં મોત થયાં

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મુંબઈની લાઈફલાઈન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનમાં વિવિધ અકસ્માતની ઘટનાઓમાં છેલ્લા વર્ષમાં 2507 લોકોનાં મોત થયાં છે. રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે સહિત ટ્રેનમાંથી પડી જવાથી 700 મુસાફરોનાં મોત થયાં છે. બાકીના મૃત્યુ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે રેલવે ટ્રેક ક્રોસ કરવા અથવા પોલ સાથે અથડાવાને કારણે થયા હોવાનું બહાર આવ્યું છે.

રેલવે પ્રશાસન અને રેલવે સુરક્ષા દળ દ્વારા અકસ્માતો ટાળવા અને રેલ્વે ટ્રેક ક્રોસ કરવાથી બચવા માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે, કે ટ્રેન દુર્ઘટના વધવા પાછળ મુસાફરોની બેદરકારી જવાબદાર છે. મુસાફરો ઘણી વાર સ્ટેશન વિસ્તારમાં અથવા ટ્રેનની અંદર રેલવે દ્વારા કરવામાં આવતી જાહેરાતોને અવગણે છે.

ઉપરાંત, ધસારાના કલાકો દરમિયાન સ્ટેશન પર ભીડ હોય છે, તેથી ઘણી વાર અકસ્માતો થાય છે.રેલવે દ્વારા જાહેર કરાયેલ વર્ષ 2022ના આંકડા અનુસાર દરેક જુદી જુદી ઘટનાઓમાં સોથી વધુ પુરુષોના મોતનો આંકડો સ્ત્રીઓ કરતા અનેક ગણો વધુ છે, એથી એમ માની શકાય કે, સ્ત્રીઓ કરતા પુરુષો લોકલમાં મુસાફરી દરમિયાન કે ટ્રેક ક્રોસ કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે.

મધ્ય રેલવેમાં પાટા ઓળંગતી વખતે, સ્ત્રી 77 અને 577 પુરુષોના મોટા ભાગના મૃત્યુ ટ્રેક ક્રોસ કરતી વખતે થયા છે, જેમાં થાણે સ્ટેશન પર 127, કુર્લા સ્ટેશનમાં 101 મોત થયા છે, જયારે ટ્રેનમાંથી પડવાના કારણોસર સ્ત્રી 31 અને પુરૂષ 479 જેમાં સૌથી વધુ મૃત્યુ ટ્રેનમાંથી પડવાથી થયાં છે. કલ્યાણમાં 105, થાણેમાં 89 લોકોના મૃત્યુ નીપજ્યા છે.

પશ્ચિમ રેલવેમાં પાટા ઓળંગતી વખતે સ્ત્રી 39 અને 425 પુરુષો જેઓના મોટાભાગના મૃત્યુ ટ્રેક ક્રોસ કરતી વખતે થયા છે, જેમાં સોથી વધુ બોરીવલી સ્ટેશન હદમાં 140 અને વસઈમાં 113 છે, જયારે ટ્રેનમાંથી પડવાના કિસ્સામાં સ્ત્રીઓ 21, અને 169 પુરૂષોના મોત થયા છે, જેમાં સૌથી વધુ મૃત્યુ ટ્રેનમાંથી પડવાના ઘટનાઓ બોરીવલીમાં 40, અને વસઈમાં 67 લોકોના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...