એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ 2002) અંતર્ગત યેસ બેન્ક અને ડીએચએફએલ ગોટાળા પ્રકરણે મુંબઈના ઉદ્યોગપતિ સંજય છાબરિયાની રૂ. 250 કરોડની માલમતા અને પુણેના અવિનાશ ભોસલેની રૂ. 164 કરોડની માલમતા હંગામી ધોરણે જપ્ત કરી છે. આ પ્રકરણમાં કુલ રૂ. 1827 કરોડની માલમતા જપ્ત કરવામાં આવી છે.
છાબરિયા અને ભોસલે હાલમાં ઈડીની કસ્ટડીમાં છે. બંનેની મળીને રૂ. 415 કરોડની માલમતા જપ્ત કરવામાં આવી છે. ભોસલેના મુંબઈના ડુપ્લેક્સ ફ્લેટ, છાબરિયાની સાંતાક્રુઝ અને બેન્ગલુરુમાં જમીન અને સાંતાક્રુઝમાં રૂ. 3 કરોડનો ફ્લેટ જપ્ત કરાયા છે. હમણાં સુધી ઈડી દ્વારા કુલ રૂ. 1827 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આ પૂર્વે સીબીઆઈએ પણ છાબરિયા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.ભોસલેએ ગોટાળાના પૈસામાંથી માલમતા ખરીદી કરી હોવાનો દાવો સીબીઆઈએ ચાર્જશીટમાં કર્યો છે. તેની લંડનની માલમતા પણ હવે વિવાદમાં સપડાઈ છે. સીબીઆઈએ ભોસલે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં આ માહિતી બહાર આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.