સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર હવે 24 કલાક પાઈપલાઈન દ્વારા સીએનજી ઉપલબ્ધ થશે. એ દષ્ટિકોણથી તૈયારી શરૂ કરવામાં આવી છે. તેથી સીએનજી માટે હાઈવેની બાજુમાં આવેલા પેટ્રોલપંપ પર હંમેશા જોવા મળતી લાંબી લાઈન હવે પછી સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર દેખાશે નહીં. સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે નજીક સીધા પાઈપલાઈન દ્વારા સીએનજીનો પુરવઠો કરવામાં આવશે. એના લીધે નગર અને શિર્ડીને 24 કલાક કુદરતી ઈંધણ ઉપલબ્ધ થશે. સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના પહેલા તબક્કામાં નાગપુરથી શિર્ડી સુધીના રસ્તાને કારણે શિર્ડી જનારા ભાવિકો ઓછા સમયમાં પહોંચી શકશે.
સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેની નગર જિલ્લામાં લંબાઈ 29.40 કિલોમીટર છે, કોપરગાંવ ઈંટરચેન્જથી શિર્ડી 5 કિલોમીટરના અંતરે અને નગર મુખ્યાલય 110 કિલોમીટરના અંતરે છે. રાજ્યના મોટા ભાગના રસ્તા અને હાઈવે પર સીએનજી ઈંધણના પેટ્રોલપંપ ઓછા છે. તેથી વાહનચાલકોએ સીએનજી ભરાવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે. સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર સીધા પાઈપલાઈન દ્વારા પેટ્રોલપંપ ચાલકોને ઈંધણનો પુરવઠો કરવામાં આવશે. અત્યારે મોટા ભાગના પેટ્રોલપંપ પર ટેંકરના માધ્યમથી સીએનજી પુરવઠો કરવામાં આવે છે.
ઘણી વખત ટેંકર સમયસર ન મળતા પેટ્રોલપંપ ચાલકોએ સીએનજી ઈંધણ નથી એવું બોર્ડ લગાડવું પડે છે. શિર્ડી અને કોપરગાવ પરિસરમાંથી જનારા સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર ગેસ ઓથોરિટી ઓફ ઈંડિયાના માધ્યમથી સીએનજી ગેસની પાઈપલાઈન નાખવામાં આવી છે. તેથી નગર અને શિર્ડીને 24 કલાક સીએનજી ઉપલબ્ધ રહેશે.
નગરમાં ગણતરીના જ પેટ્રોલપંપ
નગર શહેરમાં 3 સીએનજી પેટ્રોલપંપ છે. જિલ્લાના ગ્રામીણ ભાગમાં પણ સીએનજી પંપની સંખ્યા નગણ્ય છે. સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર 24 કલાક સીએનજી ઉપલબ્ધ થવાનું હોવાથી જિલ્લાના વાહનચાલકો સહિત બીજા રાજ્યોમાંથી શિર્ડી જનારા ભાવિકોએ સીએનજી ભરાવવા માટે લાંબી લાઈન લગાડવાની જરૂર નહીં પડે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.