સૂચના:વોર્ડના આરક્ષણની લોટરી પર 232 વાંધા અને સૂચનો, 13 જૂનના અંતિમ અનામત લોટરી જાહેર કરાશે

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી પંચના આદેશ અનુસાર ગયા મંગળવારે કાઢવામાં આવેલ અનામત લોટરી પર છેલ્લા દિવસ સુધી 232 વાંધા અને સૂચના નોંધવામાં આવ્યા છે. શનિવાર સુધી ફક્ત 25 વાંધા અને સૂચના મળી હતી. આ વાંધા અને સૂચના પર સુનાવણી લેવામાં નહીં આવે. જો કે વાંધા પર વિચાર કરીને 13 જૂનના અંતિમ લોટરી જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચના આદેશ અનુસાર ગયા અઠવાડિયે મંગળવાર 31 મેના બાન્દરા ખાતે રંગશારદા સભાગૃહમાં મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે અનામત જાહેર કરવામાં આવી હતી. ઓબીસી અનામતની મડાગાંઠ હજી ઉકેલાઈ નથી. તેથી ઓબીસી અનામત વિના લોટરી કાઢવામાં આવી.

એ સમયે મહાપાલિકાના 236 વોર્ડ માટે લોટરી કાઢવામાં આવી. એમાં 110 વોર્ડ જાહેર રાખવામાં આવ્યા છે અને 118 વોર્ડ મહિલાઓ માટે અનામત છે. એના માટે લોટરી કાઢવામાં આવી. 15 વોર્ડ અનુસૂચિત જાતી માટે અને 2 વોરેડ અનુસૂચિત જમાત માટે અનામત રાખવામાં આવ્યા છે. આ લોટરી પર વાંધા અને સુચના નોંધાવવા 6 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો. છેલ્લા દિવસે 207 વાંધા અને સૂચના નોંધવામાં આવ્યા હતા. મોટા ભાગના ભૂતપૂર્વ નગરસેવકના વોર્ડ માટે અનામત જાહેર થઈ હોવાથી નારાજગીનો સૂર છે. જો કે અનામત લોટરી ચૂંટણી પંચના માર્ગદર્શક ધોરણ અનુસાર પારદર્શકતાથી પાર પડવાથી મોટા પ્રમાણમાં વાંધા અને સૂચના નહીં આવે એવી અપેક્ષા હતી.

અન્ય સમાચારો પણ છે...