ભાસ્કર વિશેષ:મેનગ્રોવ્ઝ વિસ્તારમાં ગોબીડ માછલીની 21 પ્રજાતી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ માછલીની વિવિધતા અને નિવાસ સારી રીતે સમજવામાં મદદ થશે

રાજ્યના મેનગ્રોવ્ઝ અને ખાડી ભાગમાં ગોબીડ માછલીની 21 પ્રજાતીની નોંધ કરવામાં આવી છે. ગોબીડ માછલીની વિવિધતા અને નિવાસના અભ્યાસ માટે કરવામાં આવેલા સંશોધનના કારણે મેનગ્રોવ્ઝ પરિસંસ્થા વધુ સારી રીતે સમજવા અને તેમના સંવર્ધનમાં મદદ થશે એવી માહિતી મેનગ્રોવ્ઝ કક્ષ તરફથી આપવામાં આવી હતી.

રાજ્ય વન વિભાગના મેનગ્રોવ્ઝ પ્રતિષ્ઠાન અને બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીએ ગોબીડ માછલીની પ્રજાતી બાબતે સંશોધન કર્યું. આ પ્રકલ્પ અંતર્ગત બીએનએચએસે જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021ના સમયગાળામાં ગોબીડ માછલીની 21 પ્રજાતીની નોંધ કરવામાં આવી હતી. આ સંશોધનમાં 25 સ્થળોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું.

એમાં નાની-મોટી ખાડી, કાદવ, મેનગ્રોવ્ઝ અને સંબંધિત નિવાસનો સમાવેશ હતો. થાણે ખાડી, પનવેલ, ધરમતર, કુંડલિકા, સાવિત્રી, આંજર્લે, દાભોળ, જયગડ, કાજળી, વાધોટણ અને કરાળી ખાડી તથા બીજી અનેક નાનીમોટી ખાડીનો અભ્યાસ કરવામાં આવ્યો.

આ અભ્યાસથી રાજ્યમાં કિનારાપટ્ટીના ભાગની ગોબીડ માછલીની વિવિધતા પર પ્રથમ વખત માહિતી ભેગી થઈ છે. તેથી કાંદળવન પરિસંસ્થાની મત્સ્યવિવિધતા એ એક મુખ્ય ઘટક છે એવી માહિતી મેનગ્રોવ્ઝ વિભાગ તરફથી આપવામાં આવી હતી.

ગોબીડ માછલી પર પ્રથમ વખત આટલા વ્યાપક પ્રમાણમાં અભ્યાસ કરવામાં આવ્યો. એના લીધે રાજ્યના મુખ્ય મેનગ્રોવ્ઝ અને ખાડી ભાગમાં આ માછલીઓની વિવિધતા અને નિવાસ સમજવામાં આવ્યો. આ માહિતીને લીધ મેનગ્રોવ્ઝ પરિસંસ્થા વધુ સારી રીતે સમજી લેવા અને માછલીઓના સંવર્ધનમાં મદદ થશે એમ મેનગ્રોવ્ઝ કક્ષના અપર મુખ્ય વનસંરક્ષક વિરેન્દ્ર તિવારીએ જણાવ્યું હતું.

પ્રજાતી ઓળખવી મુશ્કેલ
ગોબીડ માછલીઓની પ્રજાતી ઓળખવી ઘણું મુશ્કેલ છે કારણ કે મોટા ભાગની પ્રજાતી ઉપરથી એક સમાન દેખાય છે. જો કે આ નવા અભ્યાસથી રાજ્યની કિનારાપટ્ટીની ગોબીડ માછલીની પ્રજાતી માહિતી મળી છે. તેથી ગોબીડ મત્સ્યક્ષેત્ર બાબતે વધુ માહિતી મેળવવામાં મદદ થશે અને મેનગ્રોવ્ઝની જૈવવિવિધતા માટે સંવર્ધન ઉપક્રમ અમલમાં મૂકી શકાશે એમ બીએનએચએસના મત્સ્યશાસ્ત્રી ઉન્મેષ કાટવટેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...