ભાસ્કર વિશેષ:2022 ઓપ્ટિમિસ્ટ એશિયન ચેમ્પિયનશિપ મુંબઈમાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19 વર્ષ પછી ગિરગામ ચોપાટી ખાતે આ પ્રતિષ્ઠિત યોટિંગ સ્પર્ધા યોજાશે

19 વર્ષ પછી પ્રતિષ્ઠિત ઓપ્ટિમિસ્ટ એશિયન અને ઓશિયનિયન ચેમ્પિયનશિપ ભારતમાં ગિરગામ ચોપાટી ખાતે યોજાશે. ઓપ્ટિમિસ્ટ ક્લાસમાં એક સપ્તાહની ઈન્ટરનેશનલ રીગેટા ઈવેન્ટ 13-20 ડિસેમ્બર સુધી મહારાષ્ટ્ર ગુજરાત એન્ડ ગોવા એરિયા / આર્મી યોટિંગ નોડ (એવાયએન)ના ઉપક્રમે યોજાશે.

આ ઈવેન્ટ ઈન્ટરનેશનલ ઓપ્ટિમિસ્ટ ડિંઘી એસોસિયેશન (આઈઓડીએ)નો હિસ્સો એશિયન અને ઓશિનિયન સભ્ય રાષ્ટ્રો માટે ઓન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપ છે. છેલ્લા ભારતે 2003માં આ ઈવેન્ટ યોજી હતી.13 દેશના સર્વ 15 વર્ષ સુધીની ઉંમરનાં છોકરા અને છોકરીઓનો સમાવેશ ધરાવતા 105 સ્પર્ધક નાવિકો ભાગ લેશે. આ રમતનું લક્ષ્ય યુવાનોમાં ઊર્જા ચેનલાઈઝ કરવી, ચારિત્ર્ય નિર્માણ, સાહસનો જોશ કેળવવો અને તેમને ભાવિ પડકારોનો સામનો કરવા માટે સશક્ત બનાવવા, એમ એવાયએનના કમાન્ડિંગ ઓફિસર અને 2008 બીજિંગ ગેમ્સ ઓલિમ્પિયન કર્નલ નચાતર સિંહ જોહલે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રના યુવા બાબત અને રમતગમત મંત્રાલય ઉપરાંત યોટિંગ એસોસિયેશન ઓફ ઈન્ડિયા અને નેશનલ ઓમ્ટિમિસ્ટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાનો સંપૂર્ણ ટેકો રહેશે. 14 ડિસેમ્બરે યશવંતરાવ ચવાણ સેન્ટરમાં શુભારંભ સમારંભ યોજાશે, જે પછી દિવસમાં ફ્લીટ દીઠ મહત્તમ ત્રણ રેસ યોજાશે. 19મી ડિસેમ્બરે ઠાકર્સ, ચોપાટી ખાતે પૂર્ણાહુતિ સમારંભ યોજાશે.

આકર્ષક ઈનામો અપાશે : 2022 ઈન્ડિવિજ્યુઅલ એશિયન ઓશિનિયન ચેમ્પિયનશિપ ઈનામ શ્રેષ્ઠ ત્રણ સ્પર્ધકને અપાશે. ત્ર શ્રેષ્ઠ સ્પર્ધક 2022 એશિયન અને ઓશિનિયન ચેમ્પિયન બનશે. છોકરા અને છોકરીઓ માટે 2022 ઓપ્ટિમિસ્ટ એશિયન એન્ડ ઓશિયનિયનનું બિરૂદ મળશે. ટોચના નાવિકને 2022 ઓવરઓલ એશિયન એન્ડ ઓશિયનિયન ચેમ્પિનનું બિરૂદ મળશે. ઉપરાંત ટીમ રેસિંગ એશિયન એન્ડ ઓશિયનિયન ચેમ્પિયનશિપ ઈનામ અપાશે, જેમાં શ્રેષ્ઠ ટીમ, પ્રદેશના ચેમ્પિયન, રેસિંગ ચેમ્પિયનને ઈનામ આપીને નવાજવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

રેસનું સમયપત્રક
રેસમાં 13 ડિસેમ્બરે નોંધણી અને માપન, 14 ડિસેમ્બરે ટીમ લીડર મિટિંગ અને શુભારંભ સમારંથ, 15 અને 16મીએ ફ્લીટ રેસ, 17મીએ ટીમ રેસ, 18મીએ ફ્લીટ રેસ અને ટીમ રેસ માટે રિઝર્વ, 18મીએ ફ્લીટ રેસ અને ટીમ રેસ માટે રિઝર્વ, 19મીએ ઈનામ વિતરણ અને પૂર્ણાહુતિ સમારંભ યોજાશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...