ભાસ્કર વિશેષ:પાલઘરમાં વાડી મોડેલથી 2000 ખેડૂતોને ફાયદો

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવ્હારમાં ખેડૂતોએ 2.7 લાખ ઝાડ લાવ્યં અને 1000 એકર માટીનું સંવર્ધન

ખાનગી અને સેવાભાવિ સંસ્થાના સહભાગ સાથે પાલઘરના જવ્હાર આગિવાસી પ્રદેશમાં વાડી મોડેલને અદભુત સફળતા પ્રાપ્ત થઈ છે. આ ઉપક્રમથી ખાદ્ય સલામતીમાં વધારો થયો છે, સક્ષમ આવક નિર્મિતી, આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પડાઈ છે અને ખેતપેદાશની ગુણવત્તા અને માત્રા સુધારવા માટે ટેક્નિકલ જાણકારી આપતાં 2000થી વધુ ખેડૂતોની આજીવિકા નોંધપાત્ર રીતે વધી છે. બીએઆઈએફ ઈન્સ્ટિટયૂટ ફોર સસ્ટેનેબલ લાઈવ્લીહૂડ્સ એન્ડ ડેવલપમેન્ટ (બીઆઈએસએલડી) સાથે સહયોગમાં ટાટા મોટર્સ દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે.

આરંભથી આ ખેડૂતોએ પહેલના ભાગરૂપે 2.7 લાખ ઝાડ વાવ્યાં છે અને લગભગ 1000 એકર (265 હેક્ટર) માટીનું સંવર્ધન કર્યું છે. જવ્હારની ત્રણ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમુદાયો સાથે સહબાગી નિયોજન થકી આ વાડી મોડેલને અદભુત સફળતા મળી છે અને હવે પાલઘરના આસપાસના અન્ય વિસ્તારોમાં પણ તે પ્રસાર કરવામાં આવશે.આ સુધી આ મોડેલ હેઠળ દરેક સહભાગી કુટુંબની બિન- વપરાશની 1 એકર જમીનમાં મુખ્યત્વે કેરી અને કાજુનાં 60 ફળનાં ઝાડ અને 250થી 300 વન ઝાડ (સાગ, ચારો અને અન્ય જાતિ)ની રોપણી કરવામાં આવી છે.

સંસ્થાઓ દ્વારા દરેક પરિવારને રોપાં પૂરાં પાડવા માટે જવ્હારમાં 6 નર્સરીઓ વિકસાવવામાં આવી છે. ખેડૂતોને જ છોડની સંભાળ લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સરકાર પણ વિવિધ કામો માટે વેતન કમાણી કરવા મનરેગા યોજના હેઠળ મદદ કરી રહી છે.

પર્યાવરણીય જરૂરતો પણ પૂરી થાય
આ મોડેલ થકી વૃક્ષારોપણ, માટીનું સંવર્ધન, જળ સંસાધન વિકાસ, નમીનું સંવર્ધન જેવી પર્યાવરણીય જરૂરતો અને સુધારિત પોષણ અને જીવનની ગુણવત્તાને પણ પહોંચી વળવામાં આવે છે. ઉપરાંત કૃષિ ઉત્પાદન એકત્રીકરણ, પ્રક્રિયા અને વેચાણ પહેલોને લીધે ખેડૂતોની ક્ષમતા બહેતર બની છે. જમીનવિહોણા પરિવારોને પણ રોપાં અને ફળ ઝાડ નર્સરીઓ, ખાતર ઉત્પાદન જેવા નાના ઉદ્યોગો થકી લાભ થયો છે.

2000 એકર જમીનને ફળદ્રુપ બનાવાશે
દરમિયાન વધુ 2000 ખેડૂતોને પ્રસ્તાવિત લાભાર્થી તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. વધુ પાંચ લાખ ઝાડ રોપવામાં આવશે. આ પ્રયાસ થકી 2000 એકર બિન-ફળદ્રુપ જમીનને ફળદ્રુપ બનાવવામાં આવશે. દરેક ખેડૂતોને સક્ષમ આજીવિકાનાં સ્થિર માધ્યમ વિકસાવવા માટે નોંધણી કરાશે, એમ ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર એસજેઆર કુટ્ટીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...