તિલકનગર પોલીસે હત્યાના આરોપ હેઠળ 2 મહિલાઓની ધરપકડ કરી હતી અને 4 સગીર છોકરાઓને તાબામાં લીધા હતા. આ છ જણે ચેંબુરમાં 51 વર્ષના વ્યક્તિના ઘરમાં ઘુસીને એને લાકડી વડે મારી મારીને હત્યા કરી હતી. આ વ્યક્તિ પોતાની ભાણેજ અને ચાર સગીર છોકરાઓમાંથી એક જણની વચ્ચે દોસ્તીનો વિરોધ કરતો હતો.
મૃતક ઘરમાં એકલો હતો ત્યારે આરોપીઓ ઘરમાં ઘુસ્યા હતા અને મારપીટ કરી હતી. એ પછી આ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં એનું મૃત્યુ થયું હતું. 45 અને 41 વર્ષની આરોપી મહિલાઓને કોર્ટમાં હાજર કરવામાં આવતા કોર્ટે પોલીસ કસ્ટડી સંભળાવી હતી અને ચાર સગીર છોકરાઓને ડોંગરી બાલસુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે મૃતક પ્રકાશ વાઘમારે અને બીજા કુટુંબીઓને તેમની 16 વર્ષની સગીર ભાણેજની સગીર આરોપીઓમાંથી એક સાથેની દોસ્તી ગમતી નહોતી.
આ સગીર ભાણેજની ગોવંડીના એક 16 વર્ષના છોકરા સાથે ઈન્સ્ટાગ્રામ પર મૈત્રી થઈ અને પછી બંને અવારનવાર મળવા લાગ્યા હતા. સગીરાના કુટુંબીઓને એ ગમતું નહોતું અને તેમણે છોકરીને એ છોકરાને મળવાની ના પાડી હતી. આ વાતનો ગુસ્સો મનમાં રાખીને આરોપીઓએ પ્રકાશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસ આ પ્રકરણે વધુ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.