મુંબઈ મહાનગર પ્રાદેશિક ક્ષેત્રમાં વધતું નાગરીકરણ અને ઉદ્યોગના કારણે વીજની માગ ઝડપથી વધી રહી છે. 2030 સુધી વીજની માગ 7 હજાર મેગાવોટ સુધી પહોંચશે. વીજની વધતી માગ પૂરી કરવા કેન્દ્રિય ઉર્જા વિભાગના નિર્દેશ અનુસાર સ્ટરલાઈટ પાવર મુંબઈ ઉર્જા માર્ગ પ્રકલ્પ અંતર્ગત પડઘા-ખારઘર, પડઘા-નવી મુંબઈ અને આપટા-કલવા-તળોજા એમ ત્રણ હાઈ વોલ્ટેજ લાઈન ઊભી કરવામાં આવશે જેથી મુંબઈ-થાણે સહિત એમએમઆર ક્ષેત્રમાં 2 હજાર મેગાવોટ વીજ લાવી શકાશે.
ઉનાળામાં મુંબઈની વીજ માગ 3 હજાર 600 મેગાવોટ જેટલી નોંધાઈ છે. 2024-25 સુધી આ માગ 5 હજાર મેગાવોટ સુધી અને 2030 સુધી 7 હજાર મેગાવોટ પહોંચવું અપેક્ષિત છે. તેથી ઉપલબ્ધ વીજ લાઈન પર તાણ આવતા વારંવાર વીજ પુરવઠો ખંડિત થાય એવો ડર છે. એની નોંધ લેતા કેન્દ્રિય વીજ પ્રાધિકરણે શહેર અંતર્ગત વીજનિર્મિતી વધારવા સાથે જ પાવરગ્રીડમાંથી અતિરિક્ત વીજ લાવવા માટે નવી વીજ લાઈન નાખવી, ઉપલબ્ધ વીજ લાઈનને સક્ષમ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
એ અનુસાર 400 કેવીની બે અને 200 કેવીની એક વીજ લાઈન ઊભી કરવામાં આવશે. એનું કામ ડિસેમ્બર 2023 સુધી શરૂ કરવામાં આવશે એમ મુંબઈ ઉર્જા માર્ગના પ્રકલ્પ સંચાલક નિનાદ પિતળેએ સ્પષ્ટ કર્યું છે. આ એક આંતરરાજ્ય પારેષણ પ્રકલ્પ છે. મુંબઈ ઉર્જા માર્ગ પ્રકલ્પ મુંબઈ સહિત એમએમઆર ક્ષેત્ર માટે મહત્વનો ઉર્જા પારેષણ પ્રકલ્પ છે. તેથી આ પ્રકલ્પના કામ પર કેન્દ્રના પ્રગતિ પોર્ટલનો વોચ રહેશે. તેથી પ્રકલ્પના દરેક કામ સમયસર પૂરા કરવા પડશે. પ્રગતિ પોર્ટલ આ એક મોનિટરિંગ પ્લેટફોર્મ છે જેના માધ્યમથી વડાપ્રધાન દેશના અને રાજ્યની દષ્ટિએ મહત્વના પ્રકલ્પોની અમલબજાવણી પર દેખરેખ રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.