દરોડા:કલ્યાણના વિશ્રામગૃહમાથી 2 લાખની નકલી નોટો મળી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ જણની ધરપકડઃ મુખ્ય સૂત્રધાર દિલ્હીમાં

કલ્યાણના એક વિશ્રાંતિગૃહમાં દરોડા પાડીને મહાત્મા ફુલે પોલીસે બે લાખ રૂપિયાની નકલી નોટો સોમવારે જપ્ત કરી હતી. આ પ્રકરણે ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કરણ રજક અને સૂરજ પૂજારી કલ્યાણના પત્રીપુલના રહેવાસી છે, જ્યારે મહોમ્મદ આરીફ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.કરણ રિક્ષા ચલાવે છે, જ્યારે સૂરજ રેલવે સ્ટેશન પર હમાલીનું કામ કરે છે. થોડા દિવસ મહોમ્મદ પત્રીપુલ વિસ્તારમાં રહેતો હતો. તેની કરણ, સૂરજ સાથે ઓળખ થઈ હતી.

આ ત્રણ જણનો સૂત્રધાર દિલ્હીમાં છે, જે નકલી નોટોનું વિતરણ કરતો હતો. તેની શોધ ચલાવવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.ભારતીય ચલણની રૂ. 200ની બે લાખની નોટો જપ્ત કરવામાં આવી છે. મહાત્મા ફુલે પોલીસના પીઆઈ દીપક સરોદેએ કલ્યાણ પશ્ચિમમાં એક વિશ્રાંતિગૃહના એક રૂમમાં ત્રણ જણ રોકાયા છે અને નકલી નોટોનો વ્યવહાર કરી રહ્યા છે એવી ગુપ્ત માહિતી મળતાં ટીમ સાથે દરોડા પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...