મુંબઈમાં વીજચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. બાંદરાથી ભાયંદર અને ચૂનાભટ્ટીથી માનખુર્દથી વિક્રોલી સુધી 30 લાખ ગ્રાહકોને વીજ આપતી અદાણી ઈલેક્ટ્રિસિટીએ 2018માં મુંબઈમાં વીજ વિતરણની જવાબદારી સંભાળી ત્યારથી વીજચોરી સામે ઝુંબેશ છેડી છે. વીજ ચોરી એ ફોજદારી ગુનો હોવા સાથે સામાજિક અપરાધ પણ છે. નાણાકીય વર્ષ 2021-22માં વીજ ચોરી સંબંધે 386 એફઆઈઆર ફાઈલ કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2020-21 કરતા વીજચોરી પકડવાનીની ઘટના 175 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
વીજચોરી સામેની તવાઈને પગલે અદાણી ઈલેક્ટ્રિસિટિનો અગ્રિગેટ ટેકનિકલ એન્ડ કમર્શિયલ લૉસ નાણાકાય વર્ષ 2020-21ની સરખામણીમાં 1.27 ટકા ઘટ્યો હતો અને હવે એ 6.55 ટકા છે. દેશમાં વીજ વિતરણ કંપનીઓમાં આ સૌથી ઓછો અગ્રિગેટ ટેકનિકલ એન્ડ કમર્શિયલ લૉસ છે.વીજચોરી એ બિન-જામિનપાત્ર ગુનો છે.
ઈલેક્ટ્રિસિટી ઍક્ટ, 2003ની 135મી કલમ હેઠળ કસૂરવારને દંડ કે પછી ત્રણ વર્ષ સુધીની જેલ કે પછી બન્ને થઈ શકે છે. અદાણી ઈલેક્ટ્રિસિટિની વિજિલન્સ અને એન્ફોર્સમેન્ટ ટીમે વીજચોરીના અપરાધીઓને પકડવા અને વીજચોરીમાં વપરાતી ગેરકાયદે સામગ્રી જપ્ત કરવા પોલીસ સત્તાવાળાઓની મદદથી નિયમિત ધોરણે દરોડા પાડતી હોય છે. નાણાકીય વર્ષ 2021-22માં વીજચોરીમાં વાપરવામાં આવેલી 75.57 ટન વાયરો અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
પાયાભૂત સેવા પર બોજ
અમુક ઝુંપડપટ્ટી વિસ્તારમાં વીજની માગ બહુ વધુ છે અને જગ્યાની ભારે ખેંચને કારણે નવા નેટવર્કનું ડેવલપમેન્ટ પણ શક્ય નથી. વીજચોરીને કારણે નેટવર્ક પર ઓવરલોડ આવે છે. આને લીધે સર્વિસ ચાર્જ વધી જાય છે. કેબલ્સ અને ટ્રાન્સફોર્મર્સ અવારનવાર ખોટકાઈ જાય છે. આમ રિપેર અને જાળવણી ખર્ચ વધે છે. પ્રવક્તાએ કહ્યું હતું કે શહેરના અમુક વિસ્તારમાં વીજચોરી બહુ થાય છે અને 2018માં જ્યારે અદાણીએ મુંબઈમાં વીજ વિતરણની જવાબદારી સ્વિકારી ત્યારથી એણે વીજચોરીમાં સંડોવાયેલા લોકો સામે જોરદાર ઝુંબેશ શરૂ કરી છે. વીજચોરી પ્રમાણિક અને નિયમિત બિલ ભરતાં વીજ ગ્રાહકો પર બોજ છે અને મુંબઈના વીજ ગ્રાહકોની પસંદગીની વીજ વિતરણ કંપની તરીકે આ પરિસ્થિતિ અમારા માટે અસ્વિકાર્ય છે. આર્થિક વર્ષ 2021માં કુલ વિતરણ ખોટ 7.82 ટકા હતી જે આર્થિક વર્ષ 2022માં ઘટીને 6.55 ટકા થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.