રાજ્યમાં ટીબીના દર્દીઓમાં 2021માં 15 ટકાનો વધારો થયાનું સ્પષ્ટ થયું છે. રાષ્ટ્રીય ક્ષય રોગ નિર્મૂલન કાયક્રમ અંતર્ગત 2020માં 1 લાખ 60 હજાર 72 ટીબી દર્દી શોધવામાં આવ્યા હતા અને 2021માં 2 લાખ 240 દર્દીઓની નોંધ થઈ છે.
દેશમાં ટીબીના કુલ દર્દીઓમાંથી 9.3 ટકા 2021માં રાજ્યમાં મળ્યા હતા. આ બીમારીના કારણે મૃત્યુનું પ્રમાણ 2020 અને 2021માં 4.7 અને 4.2 ટકા જેટલું છે. આ દર્દીઓનું નિદાન અને યોગ્ય સમયે સારવાર મળે એ માટે રાષ્ટ્રીય ક્ષય રોગ નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ઉપાયયોજના કરવામાં આવી છે.
ટીબીના નિદાન માટે રાજ્યમાં 2025 સૂક્ષ્મદર્શી કેન્દ્ર કાર્યરત છે. દરેક તાલુકા સ્તરે અને તમામ મહાપાલિકા ક્ષેત્રમાં સીબીનેટ તેમ જ ટ્રુનટ દ્વારા દવાની અસર તપાસવામાં આવે છે. નિક્ષય પોષણ યોજનાની અસરકારક અમલબજાવણી કરીને સારવાર સમયગાળામાં દર્દીને દર મહિને 500 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે.
ટીબીના દર્દી શોધવા વર્ષમાં ઓછામાં ઓછા એક વખત ઝુંબેશ ચલાવવામાં આવે છે. રાજ્યમાં ખાનગી ક્ષેત્રમાં ઘણા દર્દીઓ સારવાર લેતા હોવાથી કાર્યક્રમ અંતર્ગત સરકારી સુવિધા ખાનગી ક્ષેત્રના દર્દીઓને મેળવી આપવા પીપીએસએ યોજના રાજ્યમાં શરૂ હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.