મુંબઈ મહાપાલિકાની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી શિક્ષણ આપી શકાય એ માટે આગામી શૈક્ષણિક વર્ષથી વધુ 1 હજાર 300 ડિજિટલ ક્લાસ શરૂ કરવામાં આવશે. અત્યારે મુંબઈ મહાપાલિકાના વિદ્યાર્થીઓ માટે 1 હજાર 300 ડિજિટલ ક્લાસ ચાલુ છે. તેથી કુલ સંખ્યા 2 હજાર 600 થશે. આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને આ ડિજિટલ ક્લાસનો ફાયદો થશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
મુંબઈ મહાપાલિકાની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી શિક્ષણ આપી શકાય એ માટે 2016માં પહેલી વખત ગોવંડી પરિસરની શિવાજીનગર મહાપાલિકા ઉર્દૂ સ્કૂલ ક્રમાંક 6માં ડિજિટલ ક્લાસરૂમ શરૂ કરવામાં આવ્યા હતા. એ પછી છેલ્લા છ વર્ષમાં ધીમે ધીમે આ ડિજિટલ ક્લાસરૂમની સંખ્યા વધારવામાં આવી. અત્યારે મહાપાલિકાની તમામ માધ્યમની સ્કૂલમાં મળીને કુલ 1 હજાર 300 ડિજિટલ ક્લાસરૂમ છે.
આગામી શૈક્ષણિક વર્ષથી આ સંખ્યા બમણી કરવામાં આવશે એવી માહિતી સહઆયુક્ત અજિત કુંભારે આપી હતી. એ માટેની તૈયારી પૂરી થઈ છે અને આ ડિજિટલ ક્લાસમાં ખાસ ઈલેકટ્રોનિક બેન્ચ પર પાઠ્યપુસ્તક અનુસાર જરૂરી વિગત, સીડી પણ ઉપલબ્ધ કરી આપવામાં આવશે.
ડિજિટલ ક્લાસમાં શું છે?
દરેક સ્કૂલમાં ડિજિટલ ક્લાસ તૈયાર કરવામાં આવ્યા છે. એમાં વિદ્યાર્થીઓને મુશ્કેલ લાગતી સંકલ્પના ઈંટરનેટના માધ્યમથી તેમ જ વીડિયોના માધ્યમથી સમજાવવામાં આવે છે. તેથી શિક્ષકોને કોઈ વિષય વિદ્યાર્થીઓને સમજાવવો સહેલું પડે છે. શિક્ષકોની ભણાવવાની પદ્ધતિને પૂરક એવી વિગત, વીડિયો આ ડિજિટલ ક્લાસના ખાસ ટીવી સેટમાં સાચવવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.