મુંબઈના વિડિયો શૂટ કરીને બ્લેકમેલ કરતા:ગોરેગાવમાં છ સગીર દ્વારા 13 વર્ષના કિશોરનું જાતીય શોષણ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈના ગોરેગાંવમાં મંગળવારે છ સગીર બાળકોએ અલગ અલગ પ્રસંગોએ 13 વર્ષના કિશોરનું જાતીય શોષણ કર્યું હતું. પોલીસે છ સગીરને પકડીને બાળ સુધારગૃહમાં મોકલી આપ્યા છે. આરોપીઓએ જાતીય હુમલાનો વિડિયો શૂટ કર્યો હતો અને તેનો ઉપયોગ 13 વર્ષની બાળકને બ્લેકમેઈલ કરવા માટે કર્યો હતો.

એક વિડિયો વોટ્સએપ પર સર્ક્યુલેટ થયા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો અને પીડિતના કાકાના ધ્યાનમાં કિસ્સો આવ્યો, જેમણે પોલીસને જાણ કરી.14 થી 16 વર્ષની વય વચ્ચેના તમામ આરોપીઓ પર સોમવારે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોસ્કો) એક્ટ, આઇટી એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ (આઇપીસી)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અને પીડિત એક જ ચાલીમાં રહે છે. આ જાતીય હુમલો આ વર્ષે માર્ચમાં શરૂ થયો હતો, જ્યારે એક આરોપી દ્વારા 13 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયે અન્ય આરોપીએ વિડિયો ઉતાર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય પાંચ આરોપીઓએ કથિત રીતે આ વિડિયોનો ઉપયોગ પીડિતને બ્લેકમેઈલ કરવા માટે કર્યો હતો અને તેનું યૌન શોષણ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, 13 વર્ષીય યુવકે કહ્યું કે તેણે ઘરે કંઈ કહ્યું નહીં કારણ કે આરોપીઓએ તેને મારવાની ધમકી આપી હતી.

ભારતીય દંડ સંહિતાની કલમ 377 (અકુદરતી અપરાધ) અને 506 (ગુનાહિત ધાકધમકી), કલમ 67 (ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવી) અને 67 બી (લૈંગિક કૃત્યમાં બાળકોને દર્શાવતી સામગ્રી પ્રસારિત કરવી) અને પોસ્કો એક્ટની કલમ 6 (એગ્રેટેડ પેનિટ્રેટિવ જાતીય હુમલો) અને 14 (પોર્નોગ્રાફિક હેતુઓ માટે બાળકનો ઉપયોગ કરવા માટેની સજા) હેઠળ છ આરોપી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...