પાણીનો જથ્થો:મુંબઈના 7 જળાશયોમાં 1,27,778.7 કરોડ લિટર પાણી

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈના 7 જળાશયોમાં 1,27,778.7 કરોડ લિટર પાણી

મુંબઈને પાણી પુરવઠો કરતાં સાત જળાશયોમાં બુધવારે સવારે 6.00 વાગ્યા સુધી 1,27,778.7 કરોડ લિટર પાણી જમા થયું છે, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 98,732.5 કરોડ લિટર હતું, જ્યારે 2020માં તે 46,034.5 કરોડ હતું. સાત જળાશયમાં મોડક સાગર 13 જુલાઈએ છલકાઈ ગયું હતું, તાનસા 14 જુલાઈએ, તુલસી 16 જુલાઈએ છલકાઈ ગયાં હતાં. અન્ય જળાશયો પણ છલકાવાની આરે છે.

દરમિયાન સાત જળાશયમાં છેલ્લાં ત્રણ વર્ષની તુલનામાં આ વર્ષે કુલ મોસમી વરસાદ સારો પડ્યો છે. અપ્પર વૈતરણામાં હમણાં સુધી 67 ઈંચ વરસાદ પડ્યો છે, જે 2021માં 62 ઈંચ અને 2020માં 32 ઈંચ પડ્યો હતો. મોડક સાગરમાં 84 ઈંચ વરસાદ પડ્યો છે, જે 2021માં 70 ઈંચ અને 2020માં 30 ઈંચ વરસાદ પડ્યો હતો.

તાનસામાં 81 ઈંચ, 2021માં 65 ઈંચ, 2020માં 29 ઈંચ વરસાદ પડ્યો હતો. મિડલ વૈતરણામાં 37 ઈંચ, 2021માં 58 ઈંચ અને 2020માં 37 ઈંચ વરસાદ પડ્યો હતો. ભાતસામાં 86 ઈંચ, 2021માં 58 ઈંચ અને 2020માં 37 ઈંચ વરસાદ પડ્યો છે. ભાતસામાં 46 ઈંચ, 2021માં 64 ઈંચ, 2020માં 42 ઈંચ વરસાદ પડ્યો હતો. વિહારમાં 76 ઈંચ, 2021માં 88 ઈંચ, 2020માં 58 ઈંચ વરસાદ પડયો હતો. તુલસીમાં 120 ઈંચ, 2021માં 123 ઈંચ, 2020માં 70 ઈંચ વરસાદ પડ્યો હતો.

મહાપાલિકા દ્વારા મુંબઈને રોજ 385 કરોડ લિટર (3850 મિલિયન લિટર) પાણી પુરવઠો કરવામાં આવે છે. સાત જળાશયમાંથી આ પાણીપુરવઠો કરવામાં આવે છે. મોડકસાગર છલાઈ ગયું છે. 2021માં 22 જુલાઈએ મધરાત્રે 3.24 વાગ્યે આ જળાશય છલકાયું હતું. 2020માં 18 ઓગસ્ટે રાત્રે 9.24 કલાકે, 2019માં 26 જુલાઈએ અને 2018 તથા 2017માં 15 જુલાઈ અને 2016માં 1 ઓગસ્ટે છલકાયું હતું. આ સર્વ વર્ષની તારીખો જોતાં આ વખતે ચોમાસામાં આ જળાશય થોડા દિવસ પૂર્વે જ છલકાઈ ગયું છે. ખાસ કરીને આ વખતે વરસાદ મોડો પડવા છતાં સ્થિતિ સુધરી રહી છે.

કયાં જળાશયમાં કેટલું પાણી
અપ્પર વૈતરણામાં 18,194.9 કરોડ લિટર, મોડકસાગરમાં 12,892.5 કરોડ લિટર, તાનસામાં 14,376.9 કરોડ લિટર, મધ્ય વૈતરણામાં 18,392.7 કરોડ લિટર, ભાતસામાં 60,998.3 કરોડ લિટર, વિહારમાં 2118.8 કરોડ લિટર અને તુલસીમાં 8046 કરોડ લિટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...