વસૂલી:મધ્ય રેલવ દ્વારા ખુદાબક્ષો પાસેથી 126 કરોડની વસૂલી

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધ્ય રેલવેએ એપ્રિલથી જુલાઈ 2022ના ચાર મહિનાના સમયગાળામાં ટિકિટ તપાસ દ્વારા 126.18 કરોડ રૂપિયા મેળવ્યા હતા. ટિકિટ વિના અને અનિયમિત પ્રવાસ કરતા પ્રવાસીઓ પર લગામ તાણવા મધ્ય રેલવે ઉપનગરીય લોકલ, મેલ-એક્સપ્રેસ, પ્રવાસી સેવા અને સ્પેશિયલ ટ્રેનમાં ટિકિટ તપાસ કરવામાં આવી હતી. એના દ્વારા થતા મહેસૂલ પર વરિષ્ઠ અધિકારીઓ ઝીણી નજર રાખે છે. મધ્ય રેલવેની ટિકિટ તપાસ ટીમે નવા આર્થિક વર્ષના પહેલા ચાર મહિનામાં 126.18 કરોડ રૂપિયાનું વિક્રમજનક મહેસૂલ ભેગું કર્યું છે.

આ ચાર મહિનામાં ટિકિટ વિના કે અનિયમિત પ્રવાસ અને બુક ન કરેલા સામાનના કુલ 18.37 લાખ પ્રકરણ નોંધવામાં આવ્યા. ગયા વર્ષે આ જ સમયગાળામાં 7.49 પ્રકરણ નોંધાયા જેમાં આ વર્ષે 145.17 ટકાનો વધારો નોંધાયો છે. ચાલુ મહિનામાં અત્યાર સુધી મધ્ય રેલવેએ બુક ન કરેલા સામાન સહિત ટિકિટ વિના કે અનિયમિત પ્રવાસના 3.27 લાખ પ્રકરણ થકી 20.66 કરોડ રૂપિયાનું મહેસૂલ કમાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...