શૈક્ષણિક ક્ષેત્રમાં અગ્રણી અપગ્રેડ એજ્યુકેશનના બે કર્મચારીઓએ રૂ. 12.76 કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. આ બંને કર્મચારીઓએ અલગ અલગ અભ્યાસક્રમના ઓનલાઈન પાઠ ભણાવતા શિક્ષકોની યાદીમાં પોતાના સંબંધીઓ અને મિત્રોનો સમાવેશ કરીને તેમનાં બેન્ક ખાતાંમાં રકમ વાળી હતી. વરલી પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.અપગ્રેડ દ્વારા અલગ અલગ અભ્યાસક્રમના ઓનલાઈન પાઠ ભણાવવામાં આવે છે. સંસ્થા દેશની અનેક યુનિવર્સિટીઓની અભ્યાસક્રમ સાથે જોડવામાં આવી છે. સંસ્થામાં 7500 અધિકારી અને કર્મચારી છે. ઓનલાઈન પાઠ ભણાવવા સંસ્થા શિક્ષકોની નિયુક્તિ કરે છે અને મહેનતાણું બેન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરે છે.
એક અભ્યાસક્રમના ઓછામાં ઓછાબે કલાક ઓનલાઈન પાઠ ભણાવવામાં આવે છે.સંસ્થાને ગડબડ હોવાની શંકા જતાં ઓડિટ કંપનીને તપાસવા કહ્યું હતું, જેમાં સંસ્થા સાથે સંબંધિત નથી તેવી વ્યક્તિઓને નામે કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું બહાર આવ્યું હતું. શિક્ષકોને મહેનતાણું ટ્રાન્સફર કરવાની જવાબદારી બે કર્મચારી કેશવ અગરવાલ અને ઓજસ ગુપ્તા પાસે હતી. તેમણે પૈસા ટ્રાન્સફર કર્યા તેમની માહિતી મેળવતાં તેમાંથી 102 જણ શિક્ષક નહીં હોવાનું જણાયું હતું. આ બધા આરોપીઓને મિત્ર અને સંબંધી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.સંસ્થાએ આ અંગે પૂછતાં બંને કર્મચારીએ રાજીનામું આપીને ચાલતી હતી.
આ પછી બંને વિરુદ્ધ વરલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ રીતે ચોરી પકડાઈ : સંસ્થાના સંચાલકોને એક અજ્ઞાત મેઈલ આઈડી પરથી મેઈલ આવ્યો હતો. તેમાં સંસ્થાના બે કર્મચારી આર્થિક ગોટાળા કરી રહ્યા છે એવી માહિત હતી. આ પછી કંપનીએ ઓડિટરને તપાસ સોંપી. જોકે તેમાં ચોરી પકડાઈ નહીં. આથી સંચાલકોએ મેઈલ મોકલનારને વધુ માહિતી આપવા વિનંતી કરી હતી. તેમણે બે કર્મચારીઓએ પોતાના સંબંધીઓ અને મિત્રોને શિક્ષક બતાવીને ઉચાપત કરી છે એવું બતાવ્યું. આથી ફરીથી ઓડિટ કરાવવામાં આવ્યું હતું, જેમાં ચોરી પકડાઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.