દુર્ઘટના:પનવેલમાં ગણેશ વિસર્જન ઘાટ પર 11 જણને વીજળીનો આંચકો લાગ્યો

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયર તૂટીને યુવક પર પડતા કુટુંબીઓએ એને સ્પર્શ કર્યો

પનવેલમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની હતી. કોલીવાડા ખાતે ગણેશ વિસર્જન ઘાટ પર જનરેટરનો વાયર તૂટતા 11 ભાવિકોને વીજનો આંચકો લાગ્યો હતો. જખમી થયેલાઓમાં મોટેરાઓ સહિત ભૂલકાઓનો સમાવેશ છે. આ ઘટના શુક્રવારે લગભગ રાતના 8 વાગ્યાની આસપાસ બની હતી. જખમી થયેલા 11 જણમાંથી 2 જણની તબિયત ગંભીર છે. 8 ભાવિકોને ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે જણને લાઈફલાઈન હોસ્પિટલ અને એક જણને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

કુલ 11 જખમીમાંથી સાતથી આઠ જણને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પનવેલમાં ગણપતિ વિસર્જનના સમયે વીજનો આંચકો લાગવાની દુર્ઘટના બની ત્યારે મહાપાલિકાના કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર હોવાથી તરત ભાવિકોને સમયસર સારવાર આપવામાં આવી હતી. ગણેશ વિસર્જન શાંતીપૂર્વક અને સુરક્ષિતતાથી પાર પડે એ માટે પોલીસ તરફથી ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જો કે દુર્ઘટનાની માહિતી મળતા જ મહાપાલિકા અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ઉપરાંત ભૂતપૂર્વ સભાગૃહ નેતા પરેશ ઠાકુર, પનવેલ મહાપાલિકા કમિશનર ગણેશ દેશમુખ, પરિમંડળ 2ના પોલીસ ઉપાયુક્ત શિવરાજ પાટીલ, સહાયક પોલીસ આયુક્ત ભાગવત સોનાવણે, સીનિયર પીએસઆઈ વિજય કાદબાને, સહિત તમામ પોલીસ અધિકારી, કર્મચારીઓ, મહાપાલિકાના ઉપાયુક્ત, અધિકારીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને જખમીઓની પૂછપરછ કરી હતી.

પોલીસ તરફથી આ ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. પનવેલમાં વડઘર કોલીવાડા ખાતે વિસર્જન ઘાટ પર ગણેશભક્તોની સગવડ માટે જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘટના બની ત્યારે મૂશળધાર વરસાદ પડી રહ્યો હતો. તેથી જનરેટરનો એક વાયર તૂટીને એક યુવકના શરીર પર પડ્યો અને એને જોરદાર આંચકો લાગ્યો. એ જોઈને યુવકના કુટુંબીઓએ મદદ કરવા એને સ્પર્શ કર્યો. તેથી બધાને વીજનો આંચકો લાગ્યો હતો એમ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...