ભાસ્કર વિશેષ:ગણપતિ વિસર્જન માટે મુંબઈમાં 100 કૃત્રિમ તળાવ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ 24 વોર્ડમાં દરેકમાં ત્રણથી ચાર કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવશે

બે મહિના પછી શરૂ થનારા ગણેશોત્સવ માટે મહાપાલિકાએ અત્યારથી જોરદાર નિયોજન શરૂ કર્યું છે. આ વર્ષે બાપ્પાના વિસર્જન માટે મુંબઈના દરેક વોર્ડમાં ત્રણથી ચાર એમ લગભગ 100 કૃત્રિમ તળાવ તૈયાર કરવાનું નિયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે તમામ 24 વોર્ડના સહાયક આયુક્તને કયાસ કાઢીને જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યાનું ઉપાયુક્ત હર્ષદ કાળેએ જણાવ્યું હતું.

આ વર્ષે ગણેશોત્સવ 31 ઓગસ્ટથી શરૂ થાય છે. આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકા પ્રશાસન અને ગણેશોત્સવ સમન્વય સમિતિની મહત્વની બેઠક થઈ હતી. મહાપાલિકા પ્રશાસન તરફથી આ વર્ષ પૂરતા પીઓપીની ગણપતિ મૂર્તિ માટે પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત કોરોના નિયંત્રણમાં આવ્યો હોવાથી પ્રતિબંધોની મર્યાદા ન હોવાનો સંકેત આપવામાં આવ્યો હોવાથી આ વર્ષે ધૂમધડાકાથી ગણેશોત્સવ ઉજવવાનો માર્ગ મોકળો થયો છે.

આ બેઠકમાં ઉપનગર ગણેશોત્સવ સમન્વય સમિતિના વિનોદ ઘોસાળકર, લાલબાગના રાજા મંડળના સુધીર સાળવી, સહિત બીજા મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત હતા. ગણેશોત્સવ શરૂ થવામાં બે મહિનાનો સમય બાકી છે છતાં મોટા મંડળના મંડપમાં કેટલા દિવસ પહેલાં મૂર્તિનું આગમન થાય છે, ડેકોરેશનનું કામ શરૂ થાય છે એ પાર્શ્વભૂમિ પર મંડપ પરિસર, આગમન, સરઘસના માર્ગમાં ઝાડની જોખમકારક ડાળીઓ તોડવી, ખાડા ભરવાના કામ સમયસર કરવા જેવા નિર્દેશ સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યા હતા.

100 રૂપિયા શુલ્ક લેવામાં આવશે
કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી પરવાનગી માટે 100 રૂપિયાનું શુલ્ક માફ કરવામાં આવ્યું હતું. આ વર્ષે મંડળો પાસેથી શુલ્ક લેવામાં આવશે. આમ છતાં સાડા ત્રણથી સાડા ચાર હજાર રૂપિયાનું અગ્નિસુરક્ષા શુલ્ક મહાપાલિકા તરફથી માફ કરવા બાબતે હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાની માહિતી ગણેશોત્સવ સમન્વય સમિતિના અધ્યક્ષ નરેશ દહિબાવકરે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...