પ્રોપર્ટી ટેક્સમાં વધારો:મુંબઈમાં પ્રોપર્ટી ટેક્સમાં 10થી 14 ટકાના વધારાની શક્યતા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી મંજૂરી મળતા નિર્ણયની અમલબજાવણી શરૂ કરવામાં આવશે

મુંબઈ મહાપાલિકાના પ્રોપર્ટી ટેક્સમાં કોરોનાના સમયમાં મુલતવી રહેલો વધારો હવે અમલમાં મૂકાય એવી શક્યતા ઊભી થઈ છે. મહાપાલિકા રાજ્ય સરકારના નવા રેડીરેકનર અનુસાર પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેશે તો 10 થી 14 ટકાનો વધારો થશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે. મુંબઈ મહાપાલિકાએ આ બાબતે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. એને હજી સરકારી મંજૂરી મળી નથી. આ મંજૂરી મળતા જ ટેક્સમાં વધારાના નિર્ણયની અમલબજાવણી કરવામાં આવશે.

મુંબઈ મહાપાલિકા તરફથી દર પાંચ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવે છે. આ પહેલાં મહાપાલિકાએ 2015માં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કર્યો હતો. એ પછી પાંચ વર્ષનો સમય પૂરો થતા કોરોનાનો ફેલાવો થવાથી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો નહોતો. હવે અર્થવ્યવસ્થા પાટે ચઢી રહી છે ત્યારે પ્રોપર્ટી ટેક્સમાં વધારા બાબતે ચર્ચા કરવામાં આવી.

આ પહેલાં મુંબઈ મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે 2022-23માં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાની ઘોષણા કરી હતી. એના પર હજી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. આ વધારો કરવા નવા રેડીરેકનર અનુસાર એની અમલબજાવણી થશે કે નહીં એ બાબતે માહિતી મળી નથી. હવે આ ટેક્સ વધારો અમલમાં આવશે તો એપ્રિલ 2022થી લાગુ થશે અને મુંબઈગરાઓને એ મુજબ બિલ મોકલવામાં આવશે.

મુંબઈ મહાપાલિકા પ્રશાસને જૂન 2021માં સ્થાયી સમિતિ સમક્ષ રેડીરેકનર અનુસાર 14 ટકા પ્રોપર્ટી ટેક્સમાં વધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પક્ષે વિરોધ કરતા આ પ્રસ્તાવ પાછો ખેંચવામાં આવ્યો હતો. એ જ સમયે મુંબઈમાં 500 સ્કવેર ફૂટ સુધીના ઘર માટે પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો હોવાથી મહાપાલિકા પર 4 હજાર 500 કરોડ રૂપિયાનો બોજો વધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...