તપાસ:રાઉતના ઘરે મળેલા10 લાખ પર શિંદેના નામનો ઉલ્લેખ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • CM વિરુદ્ધ અયોધ્યા જઈને કાર્યવાહી કરવા માટે રૂપિયાઃ દીપક કેસરકર

શિવસેના નેતા અને સંસદસભ્ય સંજય રાઉતની ઘરમાંથી ઈડીએ જપ્ત કરેલી રોકડમાંથી 10 લાખ રૂપિયા એકનાથ શિંદેના નામ પર મળ્યાનું જણાયું છે. એ પછી વિવિધ ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે એ બાબતે પ્રતિક્રિયા આપી હતી. સંજય રાઉતને શિંદેની વિરુદ્ધ અયોધ્યા જઈને કંઈક કાર્યવાહી કરવી હશે એટલે આ રૂપિયા રાખ્યા હશે એમ તેમણે જણાવ્યું હતું. ઈડીએ રવિવારે સવારે સાત વાગ્યાના સુમારે સંજય રાઉતના ઘર પર દરોડો પાડ્યો હતો. એ સમયે તેમના ઘરની તપાસ કરવામાં આવી હતી.

એ સમયે ઈડીએ કેટલાક કાગળપત્ર અને સાડા અગિયાર લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. એમાંથી 10 લાખ રૂપિયા પર એકનાથ શિંદે અયોધ્યા એમ ઉલ્લેખ કરેલો છે. બાકીના દોઢ લાખ રૂપિયા રાઉતના જ છે જે ઘરખર્ચ માટે લાવવામાં આવ્યા હતા. સંજય રાઉતની પર થયેલી કાર્યવાહી બાબતે પ્રતિક્રિયા આપતા કેસરકરે જણાવ્યું કે એકનાથ શિંદે વિરુદ્ધ અયોધ્યા જઈને કંઈક કરવું હશે એટલે એ રૂપિયા રાખ્યા હશે.

ઈડીને હવે રૂપિયાનો સ્ત્રોત દેખાડવો પડશે એટલે રાઉત આ સ્ત્રોત દેખાડશે. મહારાષ્ટ્રમાં ઈડીએ કરેલી કાર્યવાહીમાં 90 ટકા બિલ્ડરો વિરુદ્ધ અને 10 ટકા રાજકીય નેતાઓ વિરુદ્દ છે. સંજય રાઉતના નજીકના ગણાતા પ્રવિણ રાઉતની ચાર મહિના પહેલાં ધરપકડ કરવામાં આવી હતી. એ પછી સંજય રાઉતને પૂછપરછ માટે સમન્સ બજાવવામાં આવ્યા હતા. જો કે તેમણે સતત સમય માગ્યો. આમ સમય માગવો ખોટી વાત છે. આમ કરીને સાક્ષીદાર પર દબાણ લાવી શકાય છે.

અમારી લડાઈ શિવસેનાના અસ્તિત્વની છે
શિંદે જૂથના કેટલાક વિધાનસભ્ય ઈડીના રડાર પર છે. આ બાબતે કેસરકરે જણાવ્યું કે ઈડી પૂછપરછ કરે એનો અર્થ એવો નથી કે કાર્યવાહી ચાલુ છે. અમે કરેલો બળવો શિવસેનાને બચાવવા માટે હતો. એની તપાસ સાથે કોઈ સંબંધ નથી. અમારી લડાઈ શિવસેનાના અસ્તિત્વની છે. તપાસ યંત્રણાની કાર્યવાહીથી ગભરાઈને અમારી પાસે કોઈએ આવવું નહીં એમ કેસરકરે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...