ભાસ્કર વિશેષ:5 વર્ષમાં MMRDAની 0.25 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિગતવાર રૂપરેખા તૈયાર કરવા સાથે ટૂંક સમયમાં સલાહકારની નિયુક્તી

મુંબઈ મહાનગર પ્રદેશનો (એમએમઆર) સર્વાંગી વિકાસ સાધીને આગામી પાંચ વર્ષમાં એમએમઆરને 0.25 ટ્રિલિયન ડોલર્સ એટલે કે 25 હજાર કરોડ ડોલર્સની અર્થવ્યવસ્થા બનાવવાનો ઉદ્દેશ મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે રાખ્યો છે. એ અનુસાર આ ઉદ્દેશ કેવી રીતે સાધી શકાય એની વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે અને એના માટે ટૂંક સમયમાં સલાહકારની નિયુક્તી કરવામાં આવશે. એમએમઆરડીએના માધ્યમથી એમએમઆરમાં પાયાભૂત સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.

પાયાભૂત સુવિધાનો વિકાસ કરવા સાથે જ નિયોજન પ્રાધિકરણ તરીકે એમએમઆરનો સર્વાંગી વિકાસ સાધવાનો પ્રયત્ન એમએમઆરડીએ તરફથી ચાલુ છે. એના જ ભાગ તરીકે હવે એમએમઆરડીએ તરફથી એમએમઆરનો આર્થિક દષ્ટિએ પણ વિકાસ સાધવામાં આવશે. તેથી જ આગામી પાંચ વર્ષમાં એમએમઆરને 0.25 ટ્રિલિયન ડોલર્સની અર્થવ્યવસ્થા બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હોવાની માહિતી મહાનગર આયુક્ત એસ.વી.આર. શ્રીનિવાસે આપી હતી. કેન્દ્ર સરકારે દેશને 5 ટ્રિલિયન ડોલર્સની અર્થવ્યવસ્થા બનાવવાનો ઉદ્દેશ રાખ્યો છે.

દરમિયાન દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનો સૌથી વધારે એટલે કે 14 ટકા ફાળો છે. આવા સમયે દેશને 5 ટ્રિલિયન ડોલર્સની અર્થવ્યવસ્થા બનાવતા સમયે મહારાષ્ટ્રની ભૂમિકા મહત્વની રહેશે. એમાં પણ મહારાષ્ટ્રના દેશ અંતર્ગત ઉત્પાદનમાં (સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ) એમએમઆરનો ફાળો 40.26 ટકા છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરતા રાજ્યના દેશ અંતર્ગત ઉત્પાદનમાં એમએમઆરનો ફાળો 40.26 ટકા પરથી 50 ટકા પર લઈ જવાનો ઉદ્દેશ છે. એ પ્રમાણે આગામી પાંચ વર્ષમાં 0.25 ટ્રિલિયન ડોલર્સની અર્થવ્યવસ્થા બનાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

આમ થશે પ્રયત્ન : મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર ઓછું કરવા માટે એમએમઆરડીએ તરફથી મુંબઈ પારબંદર પ્રકલ્પ (શિવરી-ન્હાવાશેવા સીલિન્ક) ઊભો કરવામાં આવી રહ્યો છે. આ પ્રકલ્પ પૂરો થયા પછી એની આસપાસના પરિસરનો વિકાસ કરવામાં આવશે. આ વિકાસ કરવા એમએમઆરડીએ તરફથી એમએમઆરમાં બીકેસી પ્રમાણ 8 આર્થિક વિકાસ કેન્દ્ર તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કેન્દ્રના માધ્યમથી ત્યાં વધુમાં વધુ રોકાણ લાવીને આર્થિક વિકાસ સાધવાનો પ્રયત્ન કરવામાં આવશે એમ શ્રીનિવાસે જણાવ્યું હતું. એના સહિત બીજી શું યોજના તૈયાર કરી શકાય એ સલાહકારના માધ્યમથી નક્કી કરવામાં આવશે.

ટૂંક સમયમાં ટેંડર
આ ઉદ્દેશ કેવી રીતે સાધ્ય કરી શકાય, એના માટે શું ઉપાયયોજના કરી શકાય એનો અભ્યાસ કરીને વિગતવાર રૂપરેખા તૈયાર કરવામાં આવશે. એના માટે સલાહકારની નિયુક્તી કરવામાં આવશે. આ નિયુક્તી કરવા માટે ટૂંક સમયમાં ટેંડર જારી કરવામાં આવશે. આ ટેંડર કાઢવા માટે ઓક્ટોબરમાં થયેલી એમએમઆરડીએની બેઠકમાં માન્યતા આપવામાં આવી છે. એ અનુસાર ટૂંક સમયમાં ટેંડર કાઢીને સલાહકાર નિયુક્ત કરવામાં આવશે અને રૂપરેખા તૈયાર કરવામાં આવશે. એ પછી વાસ્તવિકતામાં અર્થવ્યવસ્થા મજબૂત કરવાના કામની શરૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...