રજૂઆત:વાંકાનેરમાં હેડક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ બાબતે આપની રજૂઆત

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારીને આવેદન આપી યોગ્ય કરવા માગણી

તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા હેડ-ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી.જે પરીક્ષા પહેલાં હેડ-ક્લાર્કનું પેપર ફૂટી ગયું હતું.જે બાબતને લઈને ગુજરાતના લાખો યુવાનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે વાંકાનેર આમ આદમી પાર્ટી દ્વારા પણ હેડ-ક્લાર્કની પરીક્ષામાં આપવામાં આવેલ ગેરરીતીઓ સબબ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પેપર લીક થયાની ઘટનામાં ગુજરાતના જેને ખરેખર મહેનત કરી હતી તેવા યુવાનો સાથે હળાહળ અન્યાય છે. આ ઘટનાથી પરીક્ષાર્થીઓમાં હતાશા ફેલાઈ ગઈ છે. હિંમતનગરમાં બનેલી આ ઘટનાની આઘારો સાથે રજૂવાત કરવામાં આવી છે. ત્યારે દોષીતો સામે કાર્યવાહી થાય અને અન્ય આવા લોકોને બોધપાઠ મળે તેવી રીતે સરકાર દ્વારા આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ કૌભાંડીઓ સાથે સંકળાયેલા દરેક લોકોની સામે કાર્યવાહી થાય તેમજ ભવિષ્યમાં લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ગોપનીયતા જળવાય તેવા પ્રકારે આયોજન થાય તેવું ગુજરાતના દરેક યુવાનો ઇચ્છી રહ્યા છે.આ સમયે વાંકાનેર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ઉસ્માનગનીભાઈ બાદી,જિલ્લા ઉપ પ્રમુખ તૌફિક અમરેલીયા તથા જિલ્લા સંગઠનમંત્રી અર્જુનસિંહ વાળા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...