કાર્યવાહી:મંદિર પાસે બાઇક રાખવા મામલે યુવાન પર હુમલો

વાંકાનેર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેરના દરબારગઢ શેરી વિસ્તારમાં બનાવ બન્યો
  • દર્શન કરવા આવેલા યુવાનને કપાળમાં 7 ટાંકા આવ્યા

વાંકાનેરમાં દરબારગઢ વાળી શેરીમાં હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયેલા યુવાનને એક શખ્સે બાઈક અહીં કેમ પાર્ક કર્યું છે કહી કપાળમાં લાકડીનો ઘા ફટકારી દેતા યુવાનને સાત જેટલા ટાંકા લેવા પડયા હતા. આ ઘટના અંગે યુવાને શહેર પોલીસમા ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરમાં દરબારગઢ નજીક અપાસરા શેરીમાં રહેતા કંસારા યુવાન ધનશ્યામભાઇ કનૈયાલાલ દંગી દરબારગઢ વાળી શેરીમાં આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે મંદિર નજીક બાઈક પાર્ક કરતા અનિરૂધ્ધસિંહ ઝાલા નામનો શખ્સ નજીક આવ્યો હતો અને અહીં બાઈક કેમ પાર્ક કર્યું, બાઈક લઈ લે તેમ જણાવ્યુ હતું.

જેથી ફરિયાદી ધનશ્યામભાઇ કનૈયાલાલ દંગીએ દર્શન કરીને હું જતો રહીશ તેમ કહેતા જ અનિરુદ્ધસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો ભાંડી ઘનશ્યામભાઈને કપાળમાં લાકડીનો ઘા ફટકારી દેતા કપાળમાં ટાકા લેવા પડયા હતા.

બનાવ અંગે ઘનશ્યામભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સિટી પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...