વાંકાનેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય બાબતમાં ધોકા, પાઇપ, છરીઓ વડે હુમલાની ઘટનાઓ બની રહી છે ત્યારે વધુ એક યુવકને માર માર્યાની ઘટના સામે આવી છે.
મહાવીરનગર સોસાયટીના ગેટ પાસે આ ઘટના બની હતી જેમાં ઘર સામે શુ કામ જોવે છે? કહી 3 ઈસમોએ એક યુવકના માથા પર મુંઢમાર મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. ભોગ બનનાર યુવાન દ્વારા ત્રણેય હુમલાખોર સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
ઘટનાની વિગતો જોઈએ તો ઈજાગ્રસ્ત કિશનભાઈ વસંતભાઈ મકવાણાએ આરોપી રાહુલભાઇ વિનુભાઇ, સંજયભાઇ તથા મનિષભાઇ વિનુભાઇ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદમાં દાખલ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે તે પોતાના કાકાના ઘરે ગયા હતા અને પોતાના કાકાના ઘરની બહાર નીકળતી વખતે આરોપી રાહુલનુ મકાન ત્યાં હોઇ જેથી રાહુલએ એવી દલીલ કરી હતી કે અમારા ઘરની સામે શુ કામ જોવે છે? તેમ કહી કિશનભાઇ સાથે બોલાચાલી કરતા કિશનભાઇ ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીએ કિશનભાઇ જ્યાં બેઠા હતા ત્યાં જઇ બોલાચાલી કરી ગાળો આપી તથા શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો બનાવને પગલે સીટી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.