તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી સ્થિતિ જૈસે થે:વાંકાનેરની સોસાયટીમાં વગર વરસાદે ગંદા પાણીના તલાવડાં

વાંકાનેર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલાં પાણી ખેંચી લીધા બાદ ફરી સ્થિતિ જૈસે થે

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં લોકોએ વગર વરસાદે પાણી ભરાતા હોઇ આંદોલનની ચીમકી આપી હતી અને તેના પગલે ગણતરીની કલાકોમાં જ પાણી સુકવી દેવાયા હતા તેવામાં રવિવારે ફરી પાણી ભરાતાં લોકોમાં ભારે રોષ છવાયો છે.હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં ઢીંચણ સુધી પાણી ભરાઈ જતાં હોય તો ભારે વરસાદ પડે ત્યારે સર્વિસ રોડ તથા હાઈવેના બંને મુખ્ય માર્ગો પર પણ મોટા વાહનોને ચાલવામાં તકલીફ પડે તેટલુ પાણી ભરાઈ જવાની ઘટના બને છે. આથી જો નિયત સમય મર્યાદામાં કાયમી ઉકેલ નહિ આવે તો હાઇવે પર ઉપવાસ આંદોલન કરાશે.

સુખદ નિરાકરણનો આશાવાદ
સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા ગંભીર છે. આ બાબતે આગામી સોમવારે રેલવે તથા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને મિટિંગ માટે બોલાવ્યા છે અને સુખદ નિરાકરણ લાવવામાં આવશે તેવો આશાવાદ છે. > બી.એસ. પટેલ,ઇન્ચાર્જ મામલતદાર, વાંકાનેર

અન્ય સમાચારો પણ છે...